- અમિતાભ બચ્ચને જયા બચ્ચનને પાઠવી શુભકામના
- કડવા ચોથને કંઈક ખાસ અંદાજમાં શુભેચ્છા આપી
દેશભરમાં આજની રાત કડવા ચોથની રાત તરીકે ઉજવાય રહી છે, કડવા ચોથનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે, પરિણીત મહિલાઓ તેમના પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની ઇચ્છા માટે નિર્જલા વ્રત રાખે છે, જ્યારે અપરિણીત છોકરીઓ સારા પતિ મેળવવાની ઇચ્છા સાથે આ વ્રત રાખે છે. મનોરંજન જગતમાં પણ આ વ્રતની ધૂમ મચી રહી છે. આજે ઘણી અભિનેત્રીઓએ પોતાના પતિ માટે ઉપવાસ રાખ્યા છે. આ ખાસ પ્રસંગે, સદીના સુપરહીરો તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને પણ તેમની પત્ની જયા માટે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરેક નાના-મોટા તહેવાર પર તેમના ચાહકોને શુભેચ્છા પાઠવે છે. કરવા ચોથના પ્રસંગે પણ બિગ બીએ પોતાની અને જયા બચ્ચનની એક સુંદર તસવીર શેર કરી હતી અને તેમને કડવા ચોથની શુભેચ્છા પાઠવી હતી.
T 4073 – करवा चौथ की अनेक अनेक शुभकामनाएँ 🙏🚩🙏🙏
सब कुशल मंगल हो ❤️🚩🌹🌹🙏🙏 pic.twitter.com/bScAXx0oBf— Amitabh Bachchan (@SrBachchan) October 24, 2021
અમિતાભ બચ્ચને શેર કરેલો ફોટો તેમની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મનો છે. આ દ્રશ્યમાં જયા અમિતાભને ગળે લગાવતી જોવા મળે છે અને અમિતાભ પણ તેને પ્રેમથી પકડતા જોવા મળે છે. આ સાથે અમિતાભ બચ્ચને લખ્યું – કરવા ચોથ પર આપ સૌને ઘણી શુભેચ્છાઓ.
કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ કભી ખુશી કભી ગમમાં કરવ ચોથનું દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું, જે ચાહકોને હજુ પણ ગમે છે. એક સીનમાં, જ્યાં જયા અમિતાભ માટે ઉપવાસ કરતી જોવા મળી હતી, ત્યાં કાજોલ અને શાહરૂખ પર ખૂબ જ રોમેન્ટિક સીન ફિલ્માવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં રિતિક રોશન અને કરીના કપૂર ખાને પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.