Site icon Revoi.in

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો,સુરત AAPના વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

Social Share

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કુલ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા

પાર્ટીના કાર્યકર્તાએ કહ્યું કે સ્વાતિબેન ક્યાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા ભાજપમાં જોડાયા છે.અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટરો રીટા ખૈની, જ્યોતિ લાઠીયા, ભાવના સોલંકી અને વિપુલ મોવાલિયા ભાજપમાં જોડાયા હતા.

આ કોર્પોરેટરને  રાત્રે  11 વાગ્યે જ ઉધના સ્થિત કાર્યાલય ખાતે  ભાજપમાં આવકારવામાં આવ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં  ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ કોર્પોરેટરને કોઈ લોભ કે લાલચ આપવામાં આવી નથી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગુજરાતી તથા ગુજરાતને  બદનામ કરવાનો  કોઈ મોક આમ આદમી પાર્ટી છોડતી નથી. ત્યારે દેશના વિકાસમાં અને રાજ્યના વિકાસમાં આગળ વધવા અને સાથ આપવા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં  જોડાયા હતા. ભાજપ આગળ વધત પક્ષ છે ત્યારે સુરત શહેરના ચૂંટાયેલા લોકો તેમના વિસ્તારનો વિકાસ કરવા માંગતા હોય અને તેમાં આમ આદમી પાર્ટીની નીતી રિતી આ કોર્પોરેટરને માફક ન આવતા તેઓ ભાજપમાં  જોડાયા હોવાનું  તેમણે જણાવ્યું હતું.

2021ની ગુજરાત નાગરિક ચૂંટણીમાં AAPએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં 27 બેઠકો જીતી હતી. SMCમાં કુલ 120 સીટો છે. જેમાંથી ભાજપે 93 બેઠકો જીતી હતી. કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકી નથી. આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો જોડાતા હવે ભાજપના સભ્યોની સંખ્યા 103 થઈ ગઈ છે.