Site icon Revoi.in

ચીનને પડ્યો મોટો ફટકો – અમેરિકા બાદ હવે કેનેડાએ પણ ટિકટોક પર લગાવ્યો બેન

Social Share

દિલ્હીઃ- ચીનની આમ તો ઘણા દેશો સાથે વધુ પબનતી નથી, ચાઈનિઝ એપ્સની જો વાત કરવામાં આવે તો હંમેશા સુરક્ષાને લઈને વિવાદમાં હોય છે ચીન અને ભારત વચ્ચેના તાણવ પૂર્ણ માહોલ બાદ અનેક ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો આ સહીત અમેરિકાએ પમ ટિકટોક જેવી એપ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે હવે કેનેડાએ પણ ચીનને આ બબાત ેઝટકો આપ્યો છે

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત અમેરિકા બાદ હવે કેનેડાએ પણ ટિકટોક શોર્ટ વીડિયોની એપ્લિકેશનને બેન કરી છે  કેનેડાએ પ્રાઈવસી પ્રોટેક્શનને ટાંકીને આ શોર્ટ વીડિયો એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારથી સરકાર દ્વારા જારી કરાયેલા મોબાઇલ ઉપકરણોમાંથી ટિકટોક એપ્લિકેશન દૂર કરવામાં આવશે. તેમજ ભવિષ્યમાં આ એપના યુઝર્સને એપ્લીકેશન ડાઉનલોડ કરવાથી રોકી દેવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે Tiktokની ડેટા કલેક્શન મેથડ ફોનની ગોપનીય વસ્તુઓને એક્સેસ કરવામાં મદદ કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટિકટોકની સમીક્ષા કર્યા પછી, કેનેડાના મુખ્ય માહિતી અધિકારી સંમત થયા કે તે ગોપનીયતા અને સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી છે. 

કેનેડાએ  આમ કરવા પાછળ ડેટા સુરક્ષાનો હવાલો આપ્યો છે અને કહ્યું કે  ડેટાની ચિંતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.ટિકટોકની મેઈન કંપની ByteDance ચાઈનીઝ છે, તેને તાજેતરના મહિનાઓમાં પશ્ચિમી દેશોમાં તપાસનો સામનો કરવો પડ્યો છે. કેનેડા સચિવાલયના ટ્રેઝરી બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેનેડાએ ફેડરલ કર્મચારીઓને ભવિષ્યમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી રોકવા માટે પણ પગલાં લીધાં છે.