Site icon Revoi.in

મણિપુરમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુને મોટો ઝટકો,પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા 

Social Share

પટના:બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે.જનતા દળ યુનાઇટેડ (JDU) ના પાંચ ધારાસભ્યો શુક્રવારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.મણિપુર વિધાનસભાના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, મણિપુરમાં જેડીયુના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં JD(U)એ 38માંથી છ બેઠકો જીતી હતી.

ભાજપ મણિપુરે ટ્વિટર પર એક પત્ર જાહેર કર્યો છે, જેમાં ભાજપમાં જોડાનાર JDU ધારાસભ્યોના નામ છે.જે ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમાં કેએચ જોયકિશન, એન સનાતે, મોહમ્મદ અછાબુદ્દીન, પૂર્વ પોલીસ મહાનિર્દેશક એએમ ખાઉટે અને થાંગજામ અરુણકુમારનો સમાવેશ થાય છે.

આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં JD(U) એ 38માંથી છ બેઠકો જીતી હતી. ખૌટે અને અરુણકુમારે અગાઉ ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડવાની માંગ કરી હતી, પરંતુ ભગવા પક્ષે તેમની ઉમેદવારીનો ઇનકાર કર્યા પછી તેઓ JD(U)માં જોડાયા હતા.