એર ઈન્ડિયાની પોલિસીથી ટાટા ગૃપને મોટો ફટકો- અમેરિકાએ 983 કરોડનો ફટકાર્યો દંડ, જાણો શું છે મામલો
- એર ઈન્ડિયાની પોલીસી ટાટા ગૃપને ભારી પડી
- કરોડો રુપિયાનો અમેરિકાને ચૂકવવો પડશે દંડ
દિલ્હીઃ- એર ઈન્ડિયા ઘણી વખત ચર્ચાનો વિષય બની છે ત્યારે ફરી એક વખત એર ઈન્ડિયાની ભૂલના કારણ ેટાટા ગૃપને મોટૂ નુકશાન સગન કરવાનો વારો આવ્યો છએ વાત જાણે એમ છે કે ટાટા જૂથને તેની માલિકીની ભારતીય એરલાઇન્સ એર ઇન્ડિયાની વિશેષ નીતિને કારણે $121.5 મિલિયન આશરે રૂ. 983 કરોડનો ફટકો પડશે
એર ઈન્ડિયા ફ્લાઇટ કેન્સલેશન અથવા ફેરફારના કિસ્સામાં ‘રિફંડ ઓન રિક્વેસ્ટ’ પોલિસી સાથે કામ કરે છે, પરંતુ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને આ પોલિસીને તેના નિયમો વિરુદ્ધ ગણાવી છે જેને લઈને આ રકમ યુએસએને ટાટા ગૃપે આપવી પડશે.
આ સાથે જ અમેરિકાના નિયમો પ્રમાણે કોઈપણ એર કેરિયરે કાયદેસર રીતે ફ્લાઇટમાં ફેરફાર અથવા કેન્સલેશનના કિસ્સામાં પેસેન્જરને ટિકિટ રિફંડ કરવી જરૂરી છે. તેના આધારે વિભાગે એર ઈન્ડિયાને 983 કરોડ રૂપિયા ટિકિટ રિફંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ સાથે, મુસાફરોને આ રિફંડ ચૂકવવામાં અતિશય વિલંબ માટે $ 1.4 મિલિયન (રૂ. 11.33 કરોડ)નો દંડ પણ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ગયા વર્ષે, ટાટા જૂથે સરકારી માલિકીની એરલાઇન એર ઇન્ડિયાને ભારત સરકાર પાસેથી આશરે રૂ. 26,000 કરોડમાં ખરીદી હતી. આટલી મોટી લોન ચૂકવવાની સાથે હવે આ નવી ચૂકવણી પણ તેમના પર પડી છે. જે ટિકિટ માટે એર ઈન્ડિયાને રિફંડ અને દંડ ચૂકવવા માટે એરલાઈન્સે સંમતિ દર્શાવી છે, તે તમામ કિસ્સા ટાટા ગ્રૂપે સરકાર પાસેથી એરલાઈન્સ લીધા પહેલાના છે.જો કે હવે તેનો ફટકો ટાટા ગૃપને શીરે પડશે.