Site icon Revoi.in

સેનસેક્સ-નિફ્ટીમાં આવ્યો મોટો કડાકો

Social Share

નવી દિલ્હીઃ આજરોજ સ્થાનિક શેરબજારમાં શરૂઆતથી નુકસાનીમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. આજના કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. માર્કેટ ઓપનિંગ પછી સેન્સેક્સ અને નિફ્ટીના સૂચકાંકોની નબળાઈમાં દબાણ વધ્યું હતું. ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ સેન્સેક્સ 0.85% અને નિફ્ટી 0.77% નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ શેરબજારના મોટા શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને એશિયન પેઈન્ટ્સના શેર 2.24% થી 1.06% ની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં. બીજી તરફ હીરો મોટોકોર્પ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કોલ ઈન્ડિયા, બજાજ ઓટો અને એક્સિસ બેન્કના શેર 3.06% થી 2.01% ના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતાં.

BSE સેન્સેક્સ આજે 363.09 પોઈન્ટની નબળાઈ સાથે 85,208.76 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. ત્યારે કારોબાર શરૂ થતાની સાથે જ બજારમાં દબાણ જોવા મળ્યું હતું, જેના કારણે આ ઈન્ડેક્સ સતત ઘટી રહ્યો હતો. જોકે ખરીદદારોએ સમયાંતરે ખરીદીનું દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં વેચાણનું દબાણ એટલું ઊંચું હતું કે આ ઈન્ડેક્સની મૂવમેન્ટમાં સુધારો થઈ શક્યો નથી. માર્કેટમાં સતત ખરીદ-વેચાણ વચ્ચે ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ સવારે 10:15 વાગ્યે સેન્સેક્સ 727.82 પોઈન્ટ ઘટીને 84,844.03 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

સેન્સેક્સની જેમ NSE નો નિફ્ટીએ પણ આજે 117.65 પોઈન્ટના ઘટાડા સાથે 26,061.30 પોઈન્ટના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તો માર્કેટ શરું થતાની સાથે જ પ્રોફિટ બુકિંગ શરૂ થવાને કારણે આ ઈન્ડેક્સ પણ સતત ઘટી રહ્યો છે. બજારમાં સતત ખરીદ-વેચાણ વચ્ચે શરૂઆતના 1 કલાકના ટ્રેડિંગ પછી સવારે 10:15 વાગ્યે નિફ્ટી 200.95 પોઈન્ટ ઘટીને 25,978 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ પહેલા ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ 264.27 પોઈન્ટ અથવા 0.31% ના ઘટાડા સાથે 85,571.85 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. તેજ સમયે નિફ્ટી શુક્રવારે 37.10 પોઈન્ટ અથવા 0.14% ની નબળાઈ સાથે 26,178.95 પોઈન્ટના સ્તરે ટ્રેડિંગ સમાપ્ત થયું હતું.