Site icon Revoi.in

બાર કાઉન્સિલનો મોટો નિર્ણય,હત્યારા સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ લડશે નહીં

Social Share

અમદાવાદ:થોડા દિવસ પહેલાની ઘટના છે કે જ્યારે સચિન દીક્ષિત દ્વારા પોતાના બાળક શિવાંશની માતાની હત્યા કરી દેવામાં આવી છે. આવામાં બાર કાઉન્સીલે આ નિર્ણય લીધો છે. હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિનનો કેસ કોઈ વકીલ લડશે નહી. 10 મહિનાના બાળક શિવાંશને તરછોડવો અને એ પહેલા શિવાંશની માતા હિના પેથાણીની હત્યા કેસના હત્યારા અને નિષ્ઠુર સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ નહી લડે.

પોલીસે સચિનના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.પોલીસે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે,સચિન દીક્ષિત પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે શિવાંશને તરછોડનાર સચિન દિક્ષિતના વકીલ તરીકે કોઈ રહેવા તૈયાર નથી.માસુમ બાળક શિવાંશનો મુદ્દો લાગણીશીલ હોવાથી બાર કાઉન્સિલ દ્વારા આ નિર્ણય લેવાયો છે.જેને પગલે કોઇ વકીલ સચીનનો કેસ નહીં લડે.મફત કાનૂની સહાય કોર્ટ દ્વારા ઉપલબ્ધ કરવવામાં આવી હતી. પરંતુ ઘટનાને ધ્યાનમાં રાખીને કોઈ વકીલ કેસ લડવા તૈયાર નથી.

વડોદરા પોલીસના ઝોન-4 DCP દ્વારા આખા મામલાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. ગાંધીનગરમાં સચિન દીક્ષિત વિરુદ્ધ નોંધાયેલ ગુના સંદર્ભે ગાંધીનગર પોલીસની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાપોદ પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા સચિન દીક્ષિતની ધરપકડ કરશે.