કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય -સેનાને ફાળવ્યા 28,732 કરોડ,ખરીદશે હથિયારો
- કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
- સેનાને હથિયારો ખરીદવા ફાળવ્યા 28,732 કરોડ
દિલ્હીઃ- દેશની રક્ષાકરતા સેનાૈના જવાનોને કેન્દ્રની સરકાર તમામ સુવિધાો પુરી પાડે છે,જ્યારે દેશની રક્ષાની વાત આવે તો સેના પાસે પુપતા પ્રમાણમામં હથિયારો હોય તે પમ જરુરી છે ત્યારે હવે કેન્દ્રએ વિતેલા દિવસે સેનાના જવાનો માટે એક મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત સેનાને કરોડો રુપિયા ફાળવાશે.
કારણે કે સરકારે સેનાને નવા હથિયારો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આઐ હથિયારો એવા હશે કે જેના થકી સેના દુયશ્મનો સામે લડવામાં મજબૂત બનશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં મળેલી ડિફેન્સ એક્વીઝેશન કાઉન્સિલની બેઠકમાં દેશની ત્રણયે સેનાઓ માચટે કુલ 28,732 કરોડના ખર્ચે શસ્ત્ર ખરીદવાની મંજૂરી આપી છે.
જાણકારી પ્રમાણે કેન્દ્રએ ફાળવેલા 28 હજાર કરોડના ખર્ચે ત્રણેય સેના માટે બુલેટપ્રૂફ જેકેટ, આર્મ્ડ સ્વાર્મ ડ્રોન, કાર્બાઈન્સ સહિતના હથિયારો ખરીદવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સીમાપર જવાનો ખડેપગે રહે છે ત્યારે આ પ્રકારના હથિયારો તેમની જરુરિયા ત બને છે. ત્યારે હવે આ માટે કેન્દ્રએ મંજૂરી આપી દીધી છે.આ પ્રકારના શસ્ત્રોથી હવે જવાનોને દુશ્મનોના સ્નાઈપર્સ હુમલાથી પણ બચી શકશે.