Site icon Revoi.in

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય,સ્વૈચ્છિક રક્તદાન માટે મેગા ડ્રાઈવ શરૂ

Social Share

દિલ્હી:રક્તદાન કરવું એ મહાન દાન છે.જેને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સ્વૈચ્છિક રક્તદાન માટે મેગા ડ્રાઈવ શરૂ કરશે.કેન્દ્ર સરકારે રક્તદાન દિવસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે,દેશના કરોડો લોકોને પીએમ નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે, કારણ કે તેઓ હંમેશા તેમના વચનો પૂરા કરવાનો પ્રયાસ કરે છે.તેમણે કહ્યું કે મોદી લોકોના કલ્યાણ માટે દિવસ-રાત કામ કરે છે.

થેલેસેમિયા આનુવંશિક રોગ છે.થેલેસેમિયા મેજર એક ગંભીર પ્રકારનો લોહી નો રોગ છે જેમાં લોહીમાં હિમોગ્લોબીન બનતું નથી. જિંદગીભર બીજા રક્તદાતાઓના લોહી પર આ દર્દીઓ જીવે છે.જેથી તેઓને લોહી મળી રહે તેવા હેતુથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે.