ચંડીગઢ:પંજાબની ભગવંત માન સરકારે નવા હથિયાર લાઇસન્સ પર પ્રતિબંધ મૂક્યો છે.સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે,જ્યાં સુધી ડીસી વ્યક્તિગત રીતે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ નવું લાઇસન્સ આપવામાં આવશે નહીં.અત્યાર સુધી જારી કરાયેલા શસ્ત્ર લાયસન્સની આગામી 3 મહિનામાં સમીક્ષા કરવામાં આવશે.
આ સિવાય શસ્ત્રોના જાહેર પ્રદર્શન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આગામી દિવસોમાં રેન્ડમ ચેકીંગ થશે.સેલિબ્રેટરી શૂટ દરમિયાન જીવ માટે જોખમ ઊભું કરતી ગોળીબારી સજાપાત્ર ગણાશે.
પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે ટીકાઓનો સામનો કરી રહેલી પંજાબ સરકાર આકરા નિર્ણયો લઈ રહી છે.શનિવારે જ પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી હતી.સરકારે ત્રણ CP સહિત આઠ SSP સહિત કુલ 30 IPS અને ત્રણ PPS અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા હતા.હિન્દુ નેતા સુધીર સૂરી હત્યા કેસમાં અમૃતસરના પોલીસ કમિશનર અરુણ પાલ સિંહથી નારાજ સરકારે તેમને આઈજી પ્રોવિઝનિંગ તરીકે નિયુક્ત કર્યા છે.