UGC ચેરમેનનો મોટો નિર્ણય: યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે
- UGC ચેરમેનનો મોટો નિર્ણય
- વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે
- ટૂંક સમયમાં બહાર પડશે માર્ગદર્શિકા
દિલ્હી:UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને મોટો નિર્ણય લીધો છે.હવે વિદ્યાર્થીઓ એકસાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે.યુજીસીના ચેરમેન એમ જગદિશ કુમારે મંગળવારે આની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ હવે એક જ યુનિવર્સિટીમાં અથવા વિવિધ યુનિવર્સિટીમાંથી એક સાથે બે પૂર્ણ-સમયના ડિગ્રી કોર્સ કરી શકશે.યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ટૂંક સમયમાં આ અંગે વિગતવાર માર્ગદર્શિકા જારી કરશે.
જગદીશ કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “નવી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જાહેર કરવામાં આવ્યા મુજબ અને વિદ્યાર્થીઓને બહુવિધ કૌશલ્યો પ્રાપ્ત કરવાની મંજૂરી આપવા માટે UGC નવી માર્ગદર્શિકા સાથે આવી રહ્યું છે,જેથી ઉમેદવારને એક સાથે બે ડિગ્રી પ્રોગ્રામ્સ ચલાવવાની મંજૂરી મળી શકે.
ડિગ્રી એક અથવા વિવિધ વિદ્યાલયોમાંથી કરી શકાય છે.તેમને એવું પણ કહ્યું કે,વિદ્યાર્થીઓને ફીઝીકલ અને ઓનલાઈન મોડમાં એક સાથે ડિગ્રી પ્રોગ્રામ કરવાની પણ મંજૂરી હશે.