- યોગી સરકારનો મોટો નિર્ણય
- યુપીમાં દરેક પરિવાર માટે બનશે ફેમિલી કાર્ડ
- રોજગાર અને નોકરીમાં મળશે મદદ
લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટો નિર્ણય લેતા નવા પરિવાર કલ્યાણ કાર્ડની યોજના બનાવી છે.આ અંતર્ગત રાજ્યના તમામ પરિવારોનું મેપિંગ કરીને ફેમિલી કાર્ડ બનાવવામાં આવશે. ફેમિલી કાર્ડ 12 અંકોનું હશે. આ કાર્ડની મદદથી સરકાર પરિવારોની સંપૂર્ણ માહિતી એકઠી કરવામાં મદદ કરશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે,કાર્ડની મદદથી યોગી સરકાર લોકોને સરકારી યોજનાઓમાંથી રોજગાર અને નોકરી મેળવવામાં મદદ કરશે.તાજેતરમાં સીએમ યોગી આદિત્યનાથે આ અંગે એક પ્રેઝન્ટેશન જોયું હતું અને હવે સમાજ કલ્યાણ વિભાગને તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે.પરિવારના ઓળખકાર્ડ માટે રેશનકાર્ડમાંથી ડેટા એકત્ર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.જો આમ થશે તો થોડા દિવસોમાં 60 ટકા પરિવારો તેમાં જોડાઈ શકશે.
પરિવાર કલ્યાણ કાર્ડ યોજનાથી સરકાર દરેક પરિવારને રોજગાર સાથે જોડશે.આ ઉપરાંત સરકારની તમામ યોજનાઓને પણ એક પરિવાર સાથે જોડવામાં આવશે.તેમજ છેતરપિંડી પણ અટકશે.ઉદાહરણ તરીકે, જો એક જ પરિવારને તમામ યોજનાઓનો લાભ મળી રહ્યો છે, તો તેનો ડેટા પણ સરકાર પાસે હશે.જો અયોગ્ય લોકોને લાભ આપવામાં આવશે, તો તેમના કાર્ડ ક્લિયર કરવામાં આવશે