Site icon Revoi.in

જ્ઞાનવ્યાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય – ASIનો સર્વે ચાલુ રાખવાનો આદેશ

Social Share

દિલ્હીઃ- અલાહાબાદ હાઈકોર્ટ તરફથી મુલ્સિમ રક્ષને મોટો ફટકો પડ્યો છે  હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં ASI સર્વેને મંજૂરી આપી છે. હાઈકોર્ટે ASI સર્વેને મંજૂરી આપતા કહ્યું કે તેનાથી કોઈને નુકસાન થયું નથી. જો કે મુસ્લિમ પક્ષે સર્વે અટકાવવાની માંગણી કરી હતી. હાઈકોર્ટે જિલ્લા ન્યાયાધીશના આદેશને માન્ય રાખ્યો હતો.

આ સાથે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેવામાં આવી હતી. હવે તાત્કાલિક અસરથી જ્ઞાનવાપી કેમ્પસમાં ASI સર્વે કરવામાં આવશે.હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ ASIના સર્વેને મંજૂરી આપવામાં આવી છે.

યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં ASI સર્વેની મંજૂરી આપતા કહ્યું કે હું આ નિર્ણયનું સ્વાગત કરું છું. મને ખાતરી છે કે ASIના સર્વે બાદ સત્ય બહાર આવશે અને જ્ઞાનવાપીનો પ્રશ્ન ઉકેલાશે.

આ મમાલે  એએસઆઈએ મુસ્લિમ પક્ષની દલીલને નકારી કાઢી હતી કે સર્વેક્ષણ માટે અપનાવવામાં આવેલી તકનીક જ્ઞાનવાપીના મૂળભૂત માળખાને પણ વખોળશે નહીં. જ્યારે હિન્દુ પક્ષના વકીલો વિષ્ણુ શંકર જૈન અને સૌરભ તિવારીએ કહ્યું કે તેઓ વૈજ્ઞાનિક સર્વે દ્વારા જ્ઞાનવાપીનું સત્ય બહાર લાવવા માંગે છે.

આ સહીત સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેલા રાજ્યના એડવોકેટ જનરલ અજય કુમાર મિશ્રાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર અરજીમાં પક્ષકાર નથી, પરંતુ રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની જવાબદારી લેવા માટે તૈયાર છે. સાથે જ આ ઉપરાંત જ્ઞાનવાપી કેમ્પસમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ અરજીમાં અપીલ કરવામાં આવી છે.