કોરોનાના કેસમાં મોટો ઘટાડો- છેલ્લા 6 મહિના બાદ 2 હજારથી પણ ઓછા કેસ નોંધાયા
- દેશમાં કોરોનામાં રાહત
- છેલ્લા 24 કલાકમાં 1,542 કોસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે, આ સાથે જ હવે છેલ્લા 6 મહિના બાદ કોરોનાના કેસની સંખ્યા 1 હજાર 600થી પણ ઓછા નોંધાયા છે આ સાથે જ બીજી તરફ ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટે પણ દસ્તક આપી છે.આ વાતે દેશની ચિંતા વધારી છે તો કોરોનાના કેસ ઘટતા થોડી રાહત પણ મળી છે.
જાણકારી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 હજાર 542 નવા કેસ જે છેલ્લા છ મહિનામાં નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આજરોજ મંગળવારે સવારે 8 વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા પ્રમાણે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 26 હજાર 449 થઈ ચૂકી છે, જે કુલ કેસના 0.06 ટકા જોવા મળેછે.
હવે દેશમાં દૈનિક સંક્રમણ દર 0.68 ટકા છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 1.02 ટકા છે.આ સાથે જ હવે દેશમા મૃત્યુ દર 1.19 ટકા છે જોવા મળે છેઆ સાથે જ છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 385 સંખ્યાનો ઘટાડો થયો છે.આ સાથે જ રાષ્ટ્રીય રિકવરી રેટ 98.75 ટકા જોવા મળી રહ્યો છે. આ સમાન સમયગાળા દરમિયાન વધુ આઠ દર્દીઓના મોત પણ થયા છે.