આજના ફેશન યુગમાં મહીલાઓ મોટા મોટા ઈયરિંગ્સ પહેરે છે, અવનવા ઝુમખા પહેરે છે જેને પરિણામે કાનના છિદ્રો મોટા થઈ જવાની સમસ્યા થતી હોય છે,ઘણી મહિલાઓ અવાર નવાર આ પ્રકારના ઈયરિંગ્સ પહેરીને પોતાના કાનની માવજત કરતી નથી, જેના કારણે કાન પર તેની માઠી અસર થાય છે.
આજના સમયમાં મહીલાઓ ફેશન મુજબ મોટા-મોટા કે નાના ઝૂમકા પહેરવાનું પસંદ કરે છે. જેના કારણે તે કાનના છિદ્ર અવશ્ય મોટા થવાની શક્યતાઓ હોય છે.આજની ફેશન મુજબ મહિલાઓ મોટી અને લાંબી બુટ્ટી પણ પહેરવાનો શોખ રાખે છે. પણ જો આ વસ્તુ લાંબો સમય પહેરે તો બૂટ્ટીના વજન ને કારણે આ છિદ્રો મોટા થાય છે.તો આજે વાત કરીએ આ છિદ્રોને પુરવાની.
જો મોટા ઈયરિંગ્સ પહેરીને તમારા કાનના છિદ્રો માટો થઈ ગયા હોય તો ડો્ટરની મુલાકાત લેવાની પણ જરુર પડશે નહી , આ સમસ્યાને તમે ઘરેલું ઇપાયથી જ હલ કરી શકો છો,ઘરમાં ઉપયોગમાં લેવાતા ટૂથપેસ્ટની મદદથી તમે કાનના છિદ્રો નાના કરી શકો છો. આ માટે કોઈ પણ સફેદ કલરની ટૂથપેસ્ટ સરળતાથી છિદ્રો બંધ કરવામાં મદદરુપ સાબિત થાય છે.
જો તમારા પણ કાનના છિદ્રો મોટા થી ગયા હોય તો તમારે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાનના નીચે ડોકટર ટેપ લગાવી પડશે જો કે તમારે ડોકટર ટેપ એવી રીતે લગાવવાની છે કે કે નિકળે નહી,આમ કર્યા બાદ કાનના છિદ્રને સારી અને પૂરી રીતે ટૂથ પેસ્ટથી ભરી દો.આના પહેલા કાનને બહારની તરફથી ચોખ્ખો કરી લેવો.
આખી રાત માટે તમારે આ પ્રોસેસ રાખવી પડશે,ત્યાર બાદ વહેલી સવારે તેને સાફ કરીલો, આમ કરતા રહેવાથઈ તમારા કાનના મોટા થયેલા છિદ્રો ચોક્કસ નાના થશે, જો કે તેના માટે વધુ સમય લાગી શકે છે.અને જ્યારે તમે આ પ્રોસેસ કરતા હોવ છે એક મહિનો કે સતત બે મહિના ત્યારે મોટા અને વનજ વાળા ઈયરિંગ્સ પહેરવાનું ટાળજો, જ્યા સુધી તમારા છિદ્રો નાના ન થઈ જાય ત્યા સુધી
આ સાથે જ લોંગ ટાઈમ માટે તમારે વજન વાળા ઈટરિંગ્સ પહેરવાનું ટાળવું જોઈએ, અને જ્યારે ઈયરિંગ્સ કાઢો ત્યારકે કપડામાં ન ભેરવાઈ તેનું પણ ધઅયાન રાખઓ નહી તો કપડામાં ભેરવાતા કાન ખેંચાય છે પરિણામાં છિદ્રો મોટા થાય છે.