Site icon Revoi.in

હોળી પહેલા યોગી સરકારની મોટી ભેટ: 51 લાખ વૃદ્ધોને પેન્શન મળશે

Social Share

કાનપુર: ઉત્તરપ્રદેશમાં હોળી પહેલા સરકાર વૃદ્ધોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. યોગી આદિત્યનાથ સરકાર 51.21 લાખ ગરીબ વૃદ્ધોને પેન્શન આપશે. સમાજ કલ્યાણ વિભાગને 479 કરોડ રૂપિયા વૃદ્ધોને વૃદ્ધાવસ્થા પેન્શન આપવા માટે મળ્યા છે. આ સાથે વડીલોના ખાતામાં 3 મહિનાની પેન્શન એટલે કે 1500 રૂપિયા મોકલવામાં આવશે

મોદી સરકાર દર મહિને વૃદ્ધાવસ્થા પેન્શન તરીકે 60 વર્ષથી ઉપરના ગરીબ લોકોને 500 રૂપિયા આપે છે. 2017 માં યોગી સરકારની રચના પહેલા ફક્ત 36 લાખ વૃદ્ધ લોકોને જ પેન્શન આપવામાં આવ્યું હતું. સરકારે ધીરે ધીરે તેનો વ્યાપ વધાર્યો. હવે સરકાર 51.21 લાખ વૃદ્ધ લોકોને પેન્શન આપશે.

નાયબ નિયામક સમાજ કલ્યાણ જે. રામે જણાવ્યું હતું કે, શુક્રવારે લગભગ 33.5 લાખ વડીલોના ખાતામાં ત્રણ મહિનાની પેન્શન મોકલવામાં આવશે. શનિવારે બાકી વડીલોને પેન્શન મોકલવામાં આવશે. વૃદ્ધો માટે આ હોળીની ભેટ સાબિત થશે. ઉત્તરપ્રદેશ સરકાર 60 વર્ષ કે તેથી વધુ વયના ગરીબ વૃદ્ધોને દર મહિને 500 રૂપિયા પેન્શન આપે છે.

-દેવાંશી