દર મહિનાની જેમ WhatsAppએ સપ્ટેમ્બરમાં પણ લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે સપ્ટેમ્બર મહિનામાં 71.1 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.આ એકાઉન્ટ્સને IT નિયમો અનુસાર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, IT નિયમો અનુસાર ભારતમાં વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા માટે WhatsApp દર મહિને અનેક પગલાં લે છે.
આ અંતર્ગત કંપની દર મહિને એક રિપોર્ટ પણ જારી કરે છે, જેમાં પ્રતિબંધિત એકાઉન્ટ અને અન્ય વિગતો આપવામાં આવે છે. કંપનીએ કહ્યું છે કે, સપ્ટેમ્બરમાં 71.1 લાખ વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જેમાંથી 25.7 લાખને કોઈપણ યુઝર્સ ફરિયાદ કરે તે પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.
ભારતીય વપરાશકર્તાઓને તેમના નંબરો દ્વારા ઓળખવામાં આવે છે, જે કોડ +91 થી શરૂ થાય છે. અહેવાલ જણાવે છે. કે આ એકાઉન્ટ્સ 1 સપ્ટેમ્બર 2023 થી 30 સપ્ટેમ્બર 2023 વચ્ચે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને તેના પર લેવાયેલા પગલાઓની માહિતી પણ આપવામાં આવી છે.
WhatsAppએ આ મામલે કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં 10,442 યુઝર્સે રિપોર્ટ કર્યો છે. આમાં 1031 રિપોર્ટ એકાઉન્ટ સપોર્ટ સાથે સંબંધિત છે. આ ઉપરાંત પ્રતિબંધની અપીલના 7,396 અહેવાલો હતા.અન્ય સપોર્ટ કેસ 1,518 છે, પ્રોડક્ટ સપોર્ટ સંબંધિત રિપોર્ટ 370 છે અને સેફ્ટી સંબંધિત રિપોર્ટ 127 છે.
કંપનીએ અહેવાલના આધારે 85 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. યુઝર્સને સુરક્ષિત રાખવા માટે કંપની દર મહિને આવા પગલાં લે છે. WhatsAppએ ઓગસ્ટમાં 74 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.આમાં કોઈપણ યુઝર ફરિયાદ કરે તે પહેલા જ 35 લાખ એકાઉન્ટને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.