શુભમન ગિલને લઈને આવ્યા મોટા સમાચાર,હવે વર્લ્ડ કપ 2023માં રમવું મુશ્કેલ
- ગિલના પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડો
- શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ
- પાકિસ્તાન સામે રમવું બન્યું મુશ્કેલ
દિલ્હી: વર્લ્ડ કપ 2023 માં જ્યારે ભારતે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ જીત સાથે શરૂઆત કરી હતી, ત્યારે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. વાસ્તવમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલની તબિયત થોડી બગડી છે જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગિલના પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડો થયો જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા જ શુભમન ગિલને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો હતો જેના કારણે તે ખૂબ જ તાવથી પીડિત છે. ત્યારથી તે ટીમ ઈન્ડિયાથી દૂર છે. બીમારીના કારણે ગિલ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ રમી શક્યો નહોતો અને તેની જગ્યાએ ઈશાન કિશનને તક મળી હતી.
હવે ભારતની આગામી મેચ અફઘાનિસ્તાન સામે છે જેમાં ગિલ રમી શકશે નહીં. અને હવે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તે 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમે તેવી શક્યતા ઓછી છે. પાકિસ્તાન સામે રમવા પર હજુ પણ સસ્પેન્સની તલવાર લટકી રહી છે.
ડેન્ગ્યુથી પીડિત શુભમન ગિલ પ્લેટલેટ્સ ઘટી જવાને કારણે તબિયત વધુ બગડી છે. જેના કારણે તે હવે ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ છે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત મેળવી હતી.