જો તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આજથી મેટાની આ લોકપ્રિય એપ્લિકેશનની સેવા ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થવા જઈ રહી છે. કંપનીએ પહેલા જ માહિતી આપી છે કે 24 ઓક્ટોબરથી ઘણા યુઝર્સ માટે WhatsApp સપોર્ટ બંધ થઈ જશે. જો તમે પણ મેટાના આવા વપરાશકર્તાઓની યાદીમાં છો, તો તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે. તમારું WhatsApp પણ કામ કરવાનું બંધ કરે તે પહેલાં તમારા ડેટાનો બેકઅપ લો.
WhatsApp એક લોકપ્રિય મેસેજિંગ એપ છે. 2 અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. આજે ઘણા દિનચર્યાના કાર્યો વોટ્સએપ પર આધારિત બની ગયા છે. તેથી તેને ચાલુ રાખવું ખૂબ જ જરૂરી છે. જો કે, હવે ઘણા યુઝર્સ આજથી વોટ્સએપનો ઉપયોગ કરી શકશે નહીં. WhatsApp એવા યુઝર્સ માટે સેવા બંધ કરવા જઈ રહ્યું છે જેઓ હજુ પણ વર્ષો જૂની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં છે.
વોટ્સએપ અનુસાર, વોટ્સએપ હવે એવા યુઝર્સ માટે કામ કરશે નહીં જેમના સ્માર્ટફોન હજુ પણ એન્ડ્રોઇડ ઓએસ 5.0 અથવા તેના જૂના વર્ઝન પર ચાલી રહ્યા છે. તેવી જ રીતે, જો તમે iPhone નો ઉપયોગ કરો છો, તો WhatsApp ચાલુ રાખવા માટે તમારો iPhone iOS 12 અથવા તેનાથી ઉપરનો હોવો જોઈએ.
ગોપનીયતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને WhatsApp દ્વારા સમયાંતરે આવા પગલાં લેવામાં આવે છે. WhatsApp જૂના એન્ડ્રોઇડ વર્ઝનમાં તેની ઘણી સુવિધાઓને સપોર્ટ કરવાનું બંધ કરે છે. જો તમે પણ તમારો ફોન જૂના એન્ડ્રોઇડ વર્ઝન પર ચલાવી રહ્યા છો, તો તેને તરત અપડેટ કરો.
આ સ્માર્ટફોનમાં WhatsApp કામ નહીં કરે
- Archos 53 Platinum
- Samsung Galaxy S2
- Huawei Ascend D1
- Nexus 7
- Samsung Galaxy Nexus
- iPhone 5
- iPhone 5c
- Motorola Droid Razr
- Grand S Flex ZTE
- Grand X Quad V987 ZTE
- HTC Desire 500
- Huawei Ascend D
- Samsung Galaxy Tab 10.1
- HTC One
- HTC Desire HD
- Sony Xperia Z
- LG Optimus G Pro
- Asus Eee Pad Transformer
- How to check device OS
- HTC Sensation
- Samsung Galaxy S
- Sony Xperia S2
- Motorola Xoom
- Sony Ericsson Xperia Arc3
- Acer Iconia Tab A5003
- LG Optimus 2X