Site icon Revoi.in

આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને મોટા સમાચાર – બોમ્બે હાઈકોર્ટ એ આર્યન ખાનને આપ્યા જામીન

Social Share

 

મુંબઈઃ- આર્યન ખાન ડ્રગ્સ કેસ છેલ્લા ઘણા સમયથી ચર્ચિત બન્યો છs, અનેક વાર એનસીબીએ તેને કોર્ટમાં હાજર કર્યો અને તેને ગુનેગાર સાબિત કરવાના પુરાવાઓ પણ રજૂ કર્યાત્યારે બીજી તરફ પિતા શાહરુખ ખાને અનેક પ્રયત્નો કર્યા છત્તા જમાનત નહોતી મળી, જો કે હવે આ કેસમાં મોટા વળાંક આવ્યો છે, આજ રોજ આર્યન ખાનને કોર્ટે જમાનત આપી દીધી છે.આર્યન ખાન સહીત બાકીના ત્રણેય આરોપીઓને જમાનત આપવામાં આવી ચૂકી છે

હાલ આ કેસના તમામ વકીલો કોર્ટમાં હાજર છે. મુકુલ રતોગી, સતીશ માનશિંદે તેમજ એએસજી અનિલ સિંહ અને એડવોકેટ શ્રીરામ સિરસાટ કોર્ટમાં પહોંચ્યા છે, આ કેસમાં અત્યાર સુધી આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા વતી દલીલો કરવામાં આવી છે. આજે આર્યન ખાનની જામીન અરજી પર નિર્ણય આવી ચૂક્યો છે, કોર્ટે આર્યન ખાનના જામીન મંજૂર કર્યા છે.

કોર્ટમાં એનસીબીની દલીલ હવે પૂર્ણ થઈ ગઈ છે. આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું- માનવ અને ગાબાની ધરપકડ કેમ ન થઈ? જેણે આર્યનને ક્રુઝ પર બોલાવ્યો હતો. અનિલ સિંહે કોર્ટને કહ્યું- ડ્રગ્સ ન મળવાનો અર્થ એ નથી કે વ્યક્તિએ કોઈ ગુનો કર્યો નથી. જો કોઈને ડ્રગ્સ ન મળ્યું હોય, તો પણ તે તેના માટે જવાબદાર હોઈ શકે છે.આમ અનેક દલીલ બાદ છેવટે આર્યન ખાનને જમાનત આપવામાં આવી છે.