Site icon Revoi.in

રાજકોટ એરપોર્ટની મોટી સમસ્યા, ધુમ્મસ અને નાના પક્ષીઓ

Social Share

રાજકોટ : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલ સમસ્યા જોવા મળી રહી છે, જાણકારી અનુસાર હાલ એરપોર્ટ વિસ્તારમાં નાના-નાના પક્ષીઓ વધુ પ્રમાણમાં ઉડી રહ્યા છે જેના કારણે વિમાન ને ટેફ ઓફ અને લેન્ડિંગમાં મોટી તકલીફ પડી રહી છે.

આ ઉપરાંત શહેરમાં ધુ્મ્મસના કારણે પણ રનવે પર વિમાનને તકલીફ પડી રહી છે. જો કે સદનસીબે અત્યાર સુધી કોઈ અકસ્માત કે એવું કઈ થયું નથી, પણ આ સમસ્યાના કારણે પાયલોટને અકસ્માતનો ડર પણ લાગી રહ્યો છે.

જો કે સામાન્ય વાત કરીએ તો આ જે એરપોર્ટ બનાવવામાં આવ્યું છે ત્યાં નજીકમાં જ બેટી નદી આવેલી છે અને તેના કારણે ત્યાં ધુમ્મસ પણ વધારે રહે છે અને જ્યારે વાત કરવામાં આવે લેન્ડિંગની તો ત્યારે તો સૌથી વધારે સાવચેતી રાખવી પડી રહી છે.

જો કે ઉલ્લેખનીય છે કે ,  એવી દુર્ઘટનાઓ ઘણીવાર બને છે કે જ્યારે પક્ષીના અથડાવવાથી પ્લેનને તાત્કાલિક લેન્ડ કરાવવામાં આવ્યું હોય અને ક્યારેક મોટી દુર્ઘટના પણ બનતી હોય છે.રાજકોટ, સુરત,વડોદરા અને અમદાવાદ એરપોર્ટ પર બર્ડ અને એનિમલ હિટ રોકવા માટે પ્રત્યેક એરપોર્ટ પર લાખો રૂપિયાના ખર્ચે ફટાકડા અને ગેસ ગન ફોડવા સહિતનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ એરપોર્ટ પર બર્ડ હિટ અને એનિમલ હિટ યથાવત રહ્યા છે.