નવી દિલ્હીઃ ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પર લાદવામાં આવેલ સસ્પેન્સ હટાવી દીધું છે. ICCએ એક નિર્ણય લીધો છે. ICCએ શ્રીલંકન ક્રિકેટ પર બેન તાત્કાલિક હટાવી લીધો છે. સરકારની દખલગીરીને કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકા ક્રિકેટ પર બેન મુક્યો હતો.
10 નવેમ્બર, 2023એ શ્રીલંકા ક્રિકેટને ICCના મેમ્બર તરીકે જવાબદારીઓનું ઉલંઘન કરવામાં આવ્યું હતુ. હવે 21 નવેમ્બરે ICC બોર્જની બેઠક કરી અને નિર્ણય લેવામાં આવ્યો કે શ્રીલંકા દ્વિપક્ષીય અને ICC ઈવેન્ટમાં રમી શકશે. હાલ રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપને દક્ષિણ આફ્રિકામાં મૂવ કરવામાં આવ્યો હતો, જ્યારે પહેલા શ્રીલંકામાં રમાવવાનો હતો. ICCએ જણાવ્યું કે હવે તેઓ બધી રીતે સંતુષ્ટ છે. પછી, શ્રીલંકા બોર્ડ પરથી બેન હટાવી લેવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું કે ICC બોર્ડ પરિસ્થિતિની તપીસ કરી રહ્યું છે અને તેઓ સંતુષ્ટ છે કે શ્રીલંકા ક્રિકેટ હવે સભ્યપદની જવાબદારીનું ઉલ્લંઘન કરતું નથી.
ICCના સસ્પેન્સ બાદ શ્રીલંકા ક્રિકેટમાં બદલાવ જોવા મળ્યો છે. બોર્ડે સિલેક્શન કમીટીમાં બદલાવ કર્યો છે. ટીમના પૂર્વ ખેલાડી ઉપુલ થરંગાને 5 સભ્યોની પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અજંન્તા મેંન્ડિશ, ઈન્ડિકા ડી સરમ, થરંગા પરનાવિતાના, દિલરુવાન પરેરા અને ચેરમેન ઉપુલ થરંગા સહિત કુલ પાંચ લોકો સમિતિમાં હતા. 2023માં ભારતની ધરતી પર રમાયેલા વન ડે વર્લ્ડ કપમાં શ્રીલંકાનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતુ. કુસલ મેન્ડિસની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકાએ 9 લીગ મેચમાં ખાલી 2 જ જીત મેળવી હતી. પછી તેને પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને રહેવું પડ્યું હતુ.