- છેલ્લા 24 કલાકમાં 8 હજાર 13 કેસ નોંધાયા
- એક્ટિવ કેસોની સંખ્યામાં થોડો વધારો થયો
દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડેલી જોઈ શકાય છે.સતત કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈને અનેક રાજ્યોએ પ્રતિબંધો હળવા કરી દીધા છે તો બીજી તરફ ઘણ આરાજ્યોએ નાઈટ કર્ફ્યૂ પણ હટાવી લીધુ છે આ સાથે જ રાજધાની આજથીસરાત્રિ કર્ફ્યૂ સહીતની પાબંધિઓ હટાવી લેવામાં આવી છે.
જો છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10 હજારથી પણ ઓછા કેસ આવ્યા છે, નવા નોંધાયેલા કેસની સંખ્યા 8 હજાર 13 નોંધાી છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 1 લાખ 2 હજાર 601 થઈ ગઈ છે.
કોરોના મામલે સરકાર દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં લગભગ 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 119 લોકોના મોત થયા છે.