Site icon Revoi.in

કોરોનાના કેસોમાં મોટી રાહત- સાડા 6 મહિના બાદ 20 હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસોનો ગ્રાફ પણ સતત નીચો જોવા મળ્યો

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીનું જોખમ વર્તાઈ રહ્યું હતું, દિવસેને દિવસે વધતા કેસોએ દેશના લોકની ચિંતા વધારી હતી જો કે અનેક મહિનાઓ બાદ કોરોનાના કેસોમાં મોટી રાહત સામે આવતી જોવા મળી રહી છે, બીજી લહેર બાદ કોરોનાના કેસો  સતત ઘટતા જોવા મળી રહ્યા છે.

મળતી માહિતી પ્રમામે કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો  નોંધાયો છે. ભારતમાં છેલ્લા એક દિવસમાં કોરોનાના 20 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 201 દિવસોમાં સૌથી ઓછા છે. એટલું જ નહીં, દેશમાં સક્રિય કેસ પણ કુલ કેસોના માત્ર 0.87 ટકા પર આવી ચૂક્યા  છે, જે ગયા વર્ષે માર્ચ પછીનું સૌથી નીચું સ્તર કહી શકાય છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે 179 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

કોરોનાના કેસ મામલે આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા પ્રમાણે દેશમાં એક દિવસમાં કોરોનાના કુલ 18 હજાર 795 નવા કેસ નોંધાયા છે. આ 201 દિવસ પછી બન્યું છે કે જ્યારે ભારતમાં કોરોનાના 20 હજારથી ઓછા કેસ નોંધાયા હોય એ પણ ત્યારે કે અનેક લોકો દ્રારા ત્રીજી લહેરની સંભઆવનાઓ દર્શાવવામાં આવી રહી છે. આ સ્થિતિમાં ઓછા કેસ નોંધાતા રાહત મળી છે.

દેશમાં હાલમાં કોરોનાના 2 લાખ 92 હજાર 206 સક્રિય કેસો જોવા મળી રહ્યા છે. આ આંકડો પણ 192 દિવસ પછી સૌથી નીચલા સ્તરે આવી પહોંચ્યયો છે. કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે સતત વધતી જોવા મળી રહી છે અને હવે તે માર્ચ 2020 પછી સૌથી વધુ થઈ ચૂકી છે. દેશમાં કોરોનામાંથી સાજા થનારાઓ 97.81 ટકા સુધી પહોંચી ગયા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 હજાર 30 દર્દીઓ સાજા થયા છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 29 લાખ 58 હજારથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનાની શરુઆતથી જ દેશમાં મોચા પાયે વેક્સિનેશન શરુ કરવામાં આવ્યું હતું ત્યારે વિતેલા દિવસે સતત 5મી વખત વેક્સિનના 1 કરડો ડોઝ માત્ર એક જ દિવસમાં આપવાનો રેકોર્ડ બન્યો હતો, આ સાથે જ પીએમ મોદીના જન્મદિવસ પર 2.5 કરોડ વેક્સિનના ડોઝ આપીને નવો રેકોર્ડ નોંધાવાયો હતો, કોરોનાના કેસોમાં ઘટાડો થવાનું મુખ્ય. કારણ વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ માનવામાં યાવી રહી છે.