- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6 હજાર 832 કેસ
- વિતેલા દિવસની સરખામણીમાં આ કેસ 18 ટકા જેટલા ઓછા
દિલ્હીઃ- સમગ્ર દેશમાં જ્યા એક તરફ ઓમિક્રોન વાયરસનું જોખમ વર્તાઈ રહ્યું છે તો બીજી તરફ દેશભરમાં કોરોનાના કેસો ઓછી સંખ્યામાં નોંઘાયા છે તો બીજી તરફ એક્ટિવ કેસો દિવસને દિવસે ઘટી રહ્યા છે, અક્ટિવ કેસોની સંખ્યા હવે 1 લાખની અંદર જોવા મળી રહી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમય દરમિયાન કોરોનાના 6 હાજર 822 કેસ નોંધાયા છે, જ્યારે તેના એક દિવસ પહેલા કોરોનાના 8 હજાર 306 કેસ નોંધાયા હતા. ગઈકાલનીસરખામણીમાં કોરોનાના દૈનિક કેસોમાં 17.8 ટકાનો જબરદસ્ત ઘટાડો નોંધાયો છે.
આ સાથે જ દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો થવાને કારણે સક્રિય કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં સક્રિય કેસ ઘટીને 95,014 પર આવી ગયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી બીમાર પડેલા લોકોની સંખ્યા કરતા પણ કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 10 હાજર 4 નોંધાઈ હતી.આ સાથે જ .છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાને કારણે 220 લોકોએ જીવ ગુમાવ્યા છે,