Site icon Revoi.in

3 મહિના બાદ દેશમાં કોરોનાના કેસોમાં મોટી રાહતઃ છેલ્લા 24 કલાકમાં 34 હજાર જેટલા કેસો સામે આવ્યા

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડતી જોવા મળી રહી છે, કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે પ્રતિબંધોમાં પણ મોટા પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી રહી છે,ત્યારે 111 દિવસ બાદ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટીને 34 હજાર નોંધાઈ છે.

કોરોના દૈનિક કેસોમાં ઓછા થયા પછી હવે દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. કેટલાક રાજ્યોમાં હજી પણ કેટલાક પ્રતિબંધો ચાલુ છે, પરંતુ રાજ્યોમાં અનલોક હેઠળ શાળાઓ , જીમ, શૌચિક સંસ્થા, શોપિંગ મોલ અને બજારો ખુલ્લા  રાખવામાં આવ્યા છે. 111 દિવસોમાં કોરોના વાયરસ 34  હજાર કેસ સામે આવ્યા છે.

જો એક્ટિવ કેસોની વાત કરીએ તો 5 લાખથી પણ ઓછા કોરોનાના એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં 34 હજાર 703 નવા કોવિડ કેસો મળી આવ્યા છે જે છેલ્લા 111 દિવસના સૌથી ઓછા સક્રિય કેસ કહી શકાય છે. આ સાથે જ સાજા થવાનો દર પણ 91.17 ટકા પર પહોંચ્યો છે.