દેશમાં કોરોનાના કેસોમાં મોટી રહાત, 24 કલાક દરમિયાન માત્ર 801 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 15 હજારથી પણ ઓછી
- દેશમાં કોરોનાના કેસોમાં રાહત
- છેલ્લા 24 કલાકમાં 801 કેસ નોંધાયા
- હવે સક્રિય કેસોના આંકડો 21 હજારની અંદર પહોંચ્યો
દિલ્હી- દેશભરમાં કોરોનાના વળતા પાણી જોવા મમળી રહ્યા છએ, અચાનક 2 મહિના પહેલા જે રીતે કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો હતો તે રીતે દેશના લોકોની અને સરકારની ચિંતા વધતી જઈ રહી હતી જો કે હવે કોરોનાના કેસોની દૈનિક સંખ્યા જોતા રાહત મળી રહી છે,છેલ્લા 24 કલાકમાં 1 હજારથી ઓછા કેસ નોંધાયા છે જેને જોતા એમ કહી શકાય કે હવે દેશભરમામં નોંધાતા કેસોમાં રાહત મળી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 801 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.આ સાથે જ હવે દેશમાં સક્રિય કેસોના આંકડો 15 હજારની અંદર આવી પહોંચ્યો છે હાલ દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓ એટલે કે એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 493 છે.જો છેલ્લા 24 કલાકમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓ વિશે વાત કરીએ તો 1 હજાર 815 લોકો કોરોનાથી સાજા થયા છે જે સંખ્યા આજે નોંધાયેલા કેસની સંખ્યા કરતા વધુ છે.
જો દેશની રાજધાનીની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન અહીંયા માત્ર 26 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર 1.49 ટકા નોંધાયો હતો. વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં નવા કેસ આવ્યા પછી, સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 20,40,447 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની કુલ સંખ્યા 26,651 રહી છે. છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના કારણે કોઈનું મૃત્યુ થયું નથી.
આ સાથે જ નવા નોંધાતા કેસની તુલનામાં સાજા થનારા દર્દીઓ વધતા જઈ રહ્યા છે એટલે દેશમાં હાલ રિકવરી રેટની વાત કરીએ તો તે 98.78 ટકા જોવા મળી રહ્યો છે.આ સાથે જ દૈનિક હકારાત્મકતા દર 1.44 ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 1.11 ટકા જોઈ શકાય છે.