- છેલ્લા 24 કલાકમાં 27 હજાર નવા કેસો નોંધાયો
- કોરોનામાં જોવા મળી મોટી રાહત
- હવે એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 3 લાખ
દિલ્હીઃ- વિતેલા વર્ષની શરુાતથી જ કોરોના મહામારીએ લોકોનું જીવન બદલ્યું છે, ત્યારે કોરોનાની બીજી લહેર બાદ આવનારા તહેવારોને લઈને ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી હતી ત્યારે હવે કોરોનાને લઈને મોટી રાહત જોવા મળી રહી છે.
કોરોનાની ગતિ હવે સતત ધીમી પડી રહી છે. છેલ્લા એક દિવસમાં કોરોનાના 26 હજાર 964 કેસ નોંધાયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે કોરોના કેસ 30 હજારથી નીચે નોંધાયા છે. આ સાથે જ હવે સક્રિય દર્દીઓ પણ ઘટી રહ્યા છે. હવે દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા માત્ર 3 લાખ 1 હજાર 989 જોવા મળે છે, જે 6 મહિનાથી વધુ પછી સૌથી સંખ્યા છે.
તાજેતરની માહિતી પ્રમાણે એક્ટચિવ કેસોની સંખ્યામાં કુલ કેસોની સંખ્યા 0.90 ટકા એટલે કે એક ટકાથી પણ ઓછી જોઈ શકાય છે, આ સાથે જ કોરોનાથી સાજા થયેલાલા લોકોના દર વર્ષ 2020 માર્ચ મહિનાથી હવે ઉચ્ચ સ્તર પર જોવા મળે છે,જે આંકડો હાલ 97.77 ટકા જોઈ શકાય છે.
વિતેલા દિવસની જો વાત કરવામાં આવે તો 34 હજાર 167 કોરોનાના દર્દીઓ સાજા થયા છે,ત્યાર બાદ દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3 કરોડ 27 લાખ 83 હજારને વટાવી ચૂકી છે.
આ સાથે જ અઠવાડિયાનો સકારાત્મકતા દરની જો વાત કરીએ તો તે છેલ્લા 90 દિવસની અંદર સતત નીચો જોવા મળી રહ્યો છે, રસીકરણ મામલે હવે ભારત દેશ ખૂબ આગળ આવી રહ્યો છે, સતત વેક્સિનેશનથી કોરોનાને માત આપવામાં સફળતાની સીડી સર કરી રહ્યો છે.અત્યાર સુધી લગભગ 86 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.