કોરોનામાં મોટી રહાત – છેલ્લા 24 કલાકમાં 4 હજારથી ઓછા કેસ સામે આવ્યા સક્રિય દર્દીઓ પણ ઘટ્યા
- કોરોનામાં મોટી રાહત
- 24 કલાકમાં 4 હજારથી ઓછા કેસ સામે આવ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધઘટ સામે આવી રહી છે ત્યારે હવે કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા 4 હજારથી ઓછી સામે આવી છે તે પરથી અંદાજો લગાવી શકાય કે હવે કોરોનામાં મોટી રાહત મળી રહી છે.
જો છેલ્લા 24 કાલકની વાત કરીએ તો આ દરમિયાન 3 હજાર 230 નવા કોરોનાના કેસ નોંધાયા છે. ઘણા દિવસો પછી, દૈનિક સંક્રમિતોની સંખ્યા ચાર હજારની નીચે આવી ગઈ છે.
આ સાથે, સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 42 હજાર 358 થઈ ચૂકી છે, જે એક દિવસ પહેલા સુધી 43 હજાર 415 હતી.
આ સાથે જ હવે દૈનિક નોંધાતા કેસોની સરખામણીમાં સાજા થનારા દર્દીઓનો આંકડો બમણો જોવા મળી રહ્યો છે જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન 4 હજાર 255 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે.આ સાથે જ દૈનિક સંક્રમણ દર હવે ઘટીને 1.18 ટકા પર આવી ગયો છે.