Site icon Revoi.in

કોરોનામાં મોટી રાહત – સતત ચોથા દિવસે નોંધાયા 15 હજારથી પણ ઓછા કેસ,ત્રીજી લહેરની શક્યતા નહીવત

Social Share

 

દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ દેશમાં કોરોના મહામારીની શરુઆત થઈ હતી, ત્યાર બાદ બીજી લહેર તીવ્ર બનતા ભયાનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેને લઈને નિષ્ણાંતોએ ત્રીજી લહેરની શંકા પણ વ્યક્ત કરી હતી, જો કે, હવે દેશભરમાં કોરોનાના કેસો હળવા થઈ રહેલા જોવા મળી રહ્યા  છે,છેલ્લા 4 દિવસથી સતત કોરોનાના કેસો 15 હજારથી ઓછા આવી રહ્યા છે જે ત્રીજી લહેરની શંકાઓ વચ્ચે રાહતના સમાચાર કહી શકાય

જો આપણે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો દેશમાં કોરોનાના માત્ર 14 હજાર 623 નવા કેસ આવ્યા છે. તે જ સમયે, આ સાથે જ 197 કોરોના દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે. રિકવરી રેટ સતત તેના ઉચ્ચતમ સ્તરે  જોવા મળી રહ્યો છે જે વિતેલા વર્ષના માર્ચની સરખામણીમાં સૌથી વધુ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે  છેલ્લા 4 દિવસથી કોરોનાના 15 હજારથી ઓછા નવા કેસ સતત આવી રહ્યા છે. કોરોનાના તાજેતરના વલણને જોતા, નિષ્ણાતો કહે છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તે 2022 ની મધ્યમાં હશે. હાલ તો ત્રીજી લહેરની કોઈ શંકા નથી.કોરોનાના હાલના આંકડાઓ પ્રમાણે 19 હજાર 446 દર્દીઓ સાજા થયા છે. સક્રિય કેસો સતત ઘટી રહ્યા છે અને હવે તે કુલ કેસોના માત્ર 0.52 ટકા પર આવી ચૂક્યા છે. હવે દેશમાં કોરોનાના માત્ર 1 લાખ 78 હજાર 98 સક્રિય કેસ જોવા મળે છે. છેલ્લા  8 મહિનામાં સૌથી ઓછા જોવા મળે છે.

કોરોનામાંથી સાજા થનારા લોકોનો દર 98.15 ટકા સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષે માર્ચ પછીનો સૌથી વધુ આંકડો કહી શકાય છે. છેલ્લા 117 દિવસથી સાપ્તાહિક પોઠિટિવીટી દર 3 ટકાથી નીચે રહ્યો છે. દેશમાં રસીકરણમાં આવેલા વેગથી કોરોનાના કેસોમાં ઘટાડો નોધાઈ રહ્યો છે, કેન્દ્રની સરકારે રસીકરણને પ્રાધાન્ય આપીને બને તેમ વધનુે વધુ લોકોને રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.