Site icon Revoi.in

કોરોનામાં મોટી રાહતઃ- છેલ્લા 24 કલાકમાં 40 હજારથી ઓછા કેસ નોંધાયા

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી હતી ત્યારે હવે કોરોનાની બીજી લહેર ઘીમી પડતી જોવા મળી રહી છે, દેશમાં સતત કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે , જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો નવા કેસની સંખ્યા 40 હજારથી પણ ઓછી નોંધાઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ પ્રમાણે વિતેલા દિવસ દરમિયાન કોરોનાના 39 હજાર 796 નવા કેસો મળી આવ્યા છે, આ સાથએ જ એક્ટિવ કેસોની સંખઅયા પણ ઘટીને 5 લાખથી પણ નીચે આવી ચૂકી છે, જે કુલ સંક્રમિતોની સરખામણી માત્ર 1.58 ટકા  કહી શકાય, આ સમય દરમિયાન 723 લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા છે.

હાલ દેશમાં કોરોનાના 4 લાખ 82 હજાર 71 ઓક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે, આ સાથએ જ છેલ્લા એક દિવસમાં 42 હજારથી પણ વધુ દર્દીઓ કોરોનામાં સાજા થયા છે.

દેશમાં હાલમાં કોરોનાના 4 લાખ 82 હજાર 71 સક્રિય દર્દીઓ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 42 હજાર 352 દર્દીઓ સાજા થયા છે. આ સતત 53 મો દિવસ છે કે જ્યારે કોરોનાથી સાજા થતાં લોકોની સંખ્યા તેના નવા કેસો કરતાં વધી ગઈ છે. તે જ સમયે, દેશમાં કોરોનાનો રિકવરી દર પણ વધીને 97.11 ટકા થયો છે.