કોરોનામાં મોટી રાહત – છેલ્લા 24 કલાકમાં 44 હજાર 877 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 6 લાખથી પણ ઓછો
- કોરોનાના કેસોમાં મોટી રાહત
- 24 કલાકમાં નોંધાયા 44 હજાર 877 કેસ
- એક્ટિવ કેસ પણ 6 લાખની અંદર
દિલ્હીઃ- કોરોનાની ત્રીજી લહેરની ગતિ હવે ઘીમી પડેલી જોઈ શકાય છે, સતત એક અઠવાડિયાથી દેશભરમાં નોંધાતા કેસોની સંક્યા એક લાખની અંદર જ જોવા મળે છે, તો છેલ્લા 2 દિવસથી તો આ આકંડો 50 હજારની અંદર આવી રહ્યો છે.આથી એમ કહેવું રહ્યું કે હવે કોરોનાના વળતા પાણી જોવા મળે છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44 હજાર 877 નવા કેસ નોંધાયા છે. આ આંકડો ગઈકાલની સરખામણી કરતા 11 ટકા નીચે ગયો છે.
બીજી તરફ દેશમાં મોટાપાયે રસીકરણ કરવામાં આવી રહ્યું છે.દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 172.81 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
જો દેશમાં સક્રિય કેસોની વાત કરીએ તો હાલ દેશમાં 5 લાખ 37 હજાર 045 જોવા મળે છે. તે જ સમયે, રિકવરી રેટ પણ ઘણો સારો નોંધાઈ રહ્ હાલમાં 97.55 ટકા નોંધાયો છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 1 લાખ 17 હજાર 591 લોકો કોરોનાથી સાજા થયા છે.
જો કોરોનાના દૈનિક હકારાત્મકતા દરની વાત કરીએ તો તે 3.17 ટકા પર જોઈ શકાય છે. દૈનિક પોઝીટીવીટી રેટ 4.46 ટકા જોવા મળે છે.