Site icon Revoi.in

કોરોનામાં રાહત – 24 કલાકમાં નોંધાયા માત્ર 5,921 કેસો, એક્ટિવ કેસો 70 હજારથી પણ ઓછા

Social Share

દિલ્હીઃ-  દેશભરમાં કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો થયો છે ત્યારે સતત નોંધાઈ રહેલા કેસો પણ 10 હદારની અંદો અંદર આવી રહ્યા છે.કોરોનાના કેસો હળવા થતા જ અનેક રાજ્યોમાં કોરોનાને લઈને લગાવામાં આવેલા પ્રતિબંધો પણ હળવા કરી દેવાયા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 6 હજારથી પણ ઓછા કોરોનાના કેસો નોંધાયા છે. 

જો  છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના 5 હજાર 921 નવા કેસ નોંધાયા છે અને 289 લોકોના મોત થયા છે. આ આથે જ ગઈકાલે 6 હજાર 396 કેસ અને 201 મૃત્યુ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે કેસમાં ઘટાડો થયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં છેલ્લા દિવસે 13 હજાર 450 લોકો કોરોનાથી સાજા થયા હતા, ત્યારબાદ સક્રિય કેસની સંખ્યા ઘટીને 63 હજાર 878 થઈ ગઈ છે.આમ દિવસેને દિવસે હવે એક્ટિવ કેસો પણ ઘટી રહ્યા છે આ જોતા કહેવું રહ્યું કે કોરોનાના કેસોમાં મોટી રહાત જોવા મળી છે.