નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ફરી એકવાર ગુડ ન્યૂઝ મળ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવ (નાણાં)થી જળાપૂર્તિ સંબંધિત એકમને ચુકવણી માટે જરૂરી ધનરાશિ જાહેર કરવાનું જણાવ્યું છે. સૌથી મોટી અદાલતે દિલ્હી જળ બોર્ડને નોટિસ પણ જાહેર કરી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 10 એપ્રિલે થશે. કેજરીવાલ સરકારે આ કહેતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો કે અધિકારી વિધાનસભાની મંજૂરી છતાં દિલ્હી જળ બોર્ડ માટે ફાળવાયેલી રકમ જારી કરી રહ્યા નથી.
મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠની સામે દિલ્હી સરકારે પહેલી એપ્રિલે કહ્યુ હતુ, નોકરશાહ અમારું સાંભળી રહ્યા નથી. તેમણે કહ્યુ છે કે ડીજેબીને હજી પણ 1927 કરોડ રૂપિયા આપવાના છે. દિલ્હી સરકાર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવી અને એડવોકેટ શાદાન ફરાસતે કહ્યુ હતુ કે સેવા કાયદામાં તાજેતરના સંશોધને એવી સ્થિતિ પેદા કરી દીધી છે, જ્યાં શહેરના બ્યૂરોક્રેટ્સ મંત્રીઓની વાત સાંભળતા નથી અને આદેશોનું પાલન કરી રહ્યા નથી.
આના પર ખંડપીઠે નોટિસ જાહેર કરતા કહ્યું છે કે અમે મુખ્ય સચિવ (નાણાં)ને પુછીશું. ખંડપીઠે વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગી દ્વારા આપવામાં આવેલા તર્ક બાદ ઉપરાજ્યપાલને નોટિસ જાહેર કરી નથી કે ફંડ રિલીઝ કરવામાં એલજીની ભૂમિકા નથી અને આ જવાબદારી દિલ્હી સરકારના નાણાં વિભાગની છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અરજી યાદીબદ્ધ થવાના એક દિવસ પહેલા નાણાં સચિવે 31 માર્ચે 760 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. દિલ્હી સરકારના વકીલે કહ્યુ કે આ ધનનો ઉપયોગ વિલંબિત ચુકવણી માટે કરવામાં આવ્યો.
દિલ્હી સરકારે કહ્યું છે કે નાણાંકીય વર્ષ 2023-24માં ડીજેબીને કુલ 4578.15 કરોડ રૂપિયા મળ્યા છે. જેમાં 31 માર્ચે પ્રાપ્ત 760 કરોડ રૂપિયા સામેલ છે અને 1927 કરોડ રૂપિયા હજીપણ બાકી છે. ઉપરાજ્યપાલ કાર્યાલય દ્વારા રજૂ થયેલા રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો વિરોધ કરતા કહ્યુ હતુ કે આવા પ્રકારની એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં પણ વિલંબિત છે. તેમણે કહ્યુ છે કે જળ બોર્ડ કાયદાકીય ઓથોરિટી છે અને ઉપરાજ્યપાલની તેની સાથે કોઈ લેવાદેવા નથી. રોહતગીનો તર્ક હતો કે તેમની (ઉપરાજ્યપાલની) કોઈ ભૂમિકા નથી. આ ઘણું વિચિત્ર છે. અરજદાર દિલ્હી સરકારના જળ મંત્રી છે, જે યોજના મંત્રી પણ છે અને જળ બોર્ડના અધ્યક્ષ પણ છે. આ તમામ પદ અને નાણાં તેમની પાસે છે. અસલી પ્રતિવાદી તેમના પોતાના સચિવ છે. મને ખબર નથી કે આ ક્યાં પ્રકારની અરજી છે.