અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે જેઠ મહિનામાં જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ સહિત શહેરોમાં જાબુંનું વેચાણ થઈ રહ્યું છે. આ વખતે જાબુંનો પાક પણ સારા પ્રમાણમાં થયો છે. બજારમાં આજકાલ ઔષધિ સમાન જાંબુનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે આરોગ્યની દ્રષ્ટિએ સિઝનેબલ ફળ જાંબુ ખૂબ જ ફાયદાકારક હોય લોકો તેની ખરીદી કરે છે હાલમાં તેના ભાવ પણ ઊંચા હોવાનું જાણવા મળે છે. એક કિલોના 30થી 50 રૂપિયા જાંબુનો ભાવ જોવા મળી રહ્યા છે.
વરસાદની સીઝનમાં જાબું આરોગવા મળે છે. જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. એનું સેવન કરવાથી બોડીની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આ ઉપરાંત ઘણી ગંભીર બિમારીઓથી પણ બચાવે છે. તેથી તબીબો જાંબુનું સેવન કરવાની સલાહ પણ આપતાં હોય છે. તબીબોના મતે જાંબુ આરોગવાથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળે છે. આંખો માટે પણ ફાયદાકારક છે, કાનને લગતી સમસ્યામાં જાંબુ અસરકારક છે, દાંતની સમસ્યામાંથી છુટકારો થાય છે, મોઢાના છાલાને દૂર કરવામાં અસરકારક છે, ગળાના રોગમાં પણ ફાયદા કારક છે. આ સાથે લીવરની સમસ્યા, કમળાના રોગમાં જાંબુનું સેવન દવા જેટલુ જ ઉપયોગી બને છે. ડાયાબીટીસ, રક્તપીત જેવી બીમારીઓમાં પણ તેનો રસ ગુણકારી છે.