- વ્હોટસ્એપે તેની પ્રાઈવેસી પોલિસી રદ કરી
- 15 મે પછી નહી થાય એકાઉન્ટ ડિલીટ
દિલ્હીઃ- વ્હોટ્એપ યૂઝર્સ માટે હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે, કંપનીની નવી નીતિ હેઠળ હવે જો તમે પ્રાઈવેસી પોલિસીનો સ્વિકાર નહી કરો તો પણ આવનારી 15 મે પછી પણ તમારું અકાઉન્ટ ડિલીટ નહી થાય. આ અંગે વ્હોટસ્એપ દ્રારા જાણકારી આપવામાં આવી છે.
શું હતી વ્હોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસી જાણો
વ્હોટસ્એપે આ વર્ષેના જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં તેની નવી પ્રાઈવેસી પોલિસીજાહેર કરી હતી , જેને 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ વપરાશકર્તાઓ દ્વારા સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું. કંપનીની નવી પોલિસી પ્રમાણે, કંપની વ્હોટ્સએપ યુઝર્સના નામ, સરનામા, ફોન નંબર, લોકેશન સહિતની ઘણી માહિતી એકત્રિત કરશે અને તેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મેસેંજર સાથે શેર કરશે.
કંપની દ્રારા શા માટે આ પોલિસીને રદ કરવાનો નિર્ણય લેવાયો
સોશિયલ મીડિયા કંપની વ્હોટસ્એપ નવી પ્રાઈવેસી પોલિસીને લઈને વિવાદમાં સંપડાઈ પહી, જો કે કંપનીએ તેની પ્રાઈવેસી પોલિસ પર રોક લગાવતા હવે આ રહાતના સમાચાર આપ્યા છે,કંપની દ્રારા જણાવાયું છે કે, આવનારા કેટલાક સમયમાં કેટલાક અઠવાડિયાઓ બાદ માટે યૂઝર્સ માટે નવી રિમાઈન્ડર્સ રજુ કરશે.
ફેસબુકે ઘણો વિવાદનો સામનો કરવો પડ્યો. છેવટે કંપનીએ નિર્ણય બદલ્યો
વ્હોટ્સએપના પ્રાઈવેસી પોલિસી વાળા નિર્ણય પછી તેની માલિકીની કંપની ફંસબુકએ આ અંગે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો છે.જેને કારણે ઘણા વપરાશકર્તાઓ અન્ય પ્લેટફોર્મ પર આગળ વધીને આકર્ષિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કંપનીના નવા નિર્ણયથી વ્હોટસ્એપ વપરાશકર્તાઓને થોડી રાહત મળશે.
આ પહેલા વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસી વિશે કહ્યું હતું કે, તમામ યુઝર્સે તેને 8 ફેબ્રુઆરી સુધીમાં સ્વીકારવી જ પડશે.જે યૂઝર્સ આમ નહી કરે તેનું વ્હોટસ્એપ અકાઉન્ટ ડિલીટ થઈ જશે, જો કે વિરોધને જોતા કંપનીએ આ સમયગાળો વધારીને 15 મે કરી દીધો હતો