15મી ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા – વિસ્ફોટક સામગ્રી અને હથિયારો સહીત ત્રણ લોકોની ઘરપકડ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો પ્રદેશ છે કે જ્યાં પાકિસ્તાનની સરહદ પાસે જ આવેલી છે જેને લઈને પાડોશી દેશ પાકિસ્તાન હંમેશાથી અહીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં હોય છે જો કે દેશની સેનાના જવાનો ખડેપગે રહીને જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે અને તેમના નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવી રહ્યા છે આવી સ્થઇતિમાં સેનાને સ્વતંત્ર દિવસ પહેલા મોટી સપળતા પ્રાપ્ત થી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં સેનાએ ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી છે વિતેલા રાત્રે સેનાએ આ કાર્યવાહી હાથ ઘરી હતી જેમાં દક્ષિણ કાશ્મીરમાં સતર્ક સૈન્યના જવાનોએ ત્રણ લોકોને યુદ્ધ સામગ્રીઓ સાથે ઝડપી પાડ્યા છે.હાલ આ દરેકની જીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
જાણકારી પ્રમાણે પોલીસ અને સેનાના સહયોગથી જિલ્લા બડગામના ખાનસાહેબ વિસ્તારમાં 3 આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે.” તેમની ઓળખ ક્રેમશોરાના રહેવાસી કૈસર અહમદ ડાર, વાગરના રહેવાસી તાહિર અહમદ ડાર અને વાગરના રહેવાસી આકિબ રશીદ ગની તરીકે થઈ છે.
એટલું જ નહી આ શંકાસ્તેપદો પાસેથી મોટા પ્મરમાણમાં ઘાતક સામગ્નારીઓ મળી આવી છે.તેમના કબજામાંથી એક ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ, બે મેગેઝીન અને 57 લાઈવ રાઉન્ડ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.પોલીસ દ્રારા જપ્ત કરેલી સામગ્રીને તપાસ માટે કેસ રેકોર્ડમાં લેવામાં આવી છે.”આ શંકાસ્પદ ત્રણયે વ્યક્તિઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા સહયોગી છે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.