ચંદિગઢઃ પંજાબ સરહદ પાસે અવાર નવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળતા હોય છે જેમાં માદક પ્રદાર્ષો અને હથિયારોની સપ્લાય પણ પાકસ્તાન દ્રારા કરવામાં આવતી હોય છે ત્યારે અમૃતસર બોર્ડર પાસે બીએસએફના જવાનોને મોટી સફળતા મળી છે.તેમણે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું.
બીએસએફના જવાનોએ છેલ્લા બે દિવસમાં ચોથી વખત પાકિસ્તાનના નાપાક કૃત્યનો જડબાતોડ જવાબ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ છેલ્લા બે દિવસમાં પાકિસ્તાન તરફથી આવતા ચાર ડ્રોનને તોડી પાડ્યા છે.
વિતેલી રાત્રીના રોજ પણ બીએસએફના જવાનોએ એક ડ્રોન તોડી પાડ્યું છે, BSFએ શનિવારે કહ્યું હતું કે તેઓએ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું અને પંજાબના અમૃતસરમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યો ધરાવતી બેગ જપ્ત કરી હતી. BSFએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં આ તેમનું ચોથું ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે.
BSF પંજાબ ફ્રન્ટિયરે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની ડ્રોને ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું જેને અમૃતસર સેક્ટરમાં તૈનાત ભારતીય સૈનિકોએ તોડી પાડ્યું હતું. સર્ચ દરમિયાન ડ્રોનમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોની બેગ મળી આવી હતી.ચોથા ડ્રોને શનિવારે રાત્રે ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હોવાની માહિતી મળી હતી.
BSF અધિકારીઓએ 24 કલાકમાં પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદે ચાર પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યા અને તોડી પાડ્યા. બીએસએફએ શુક્રવારે રાત્રે ત્રણ ડ્રોનને અટકાવ્યા હતા, જ્યારે ચોથાને શનિવારે રાત્રે તોડી પાડવામાં આવ્યા હતા.
પ્રવક્તાએ કહ્યું કે અમૃતસર જિલ્લાના ઉદર ધારીવાલ ગામમાંથી પ્રથમ ડ્રોન ‘DJI મેટ્રિસ 300 RTK’ ધરાવતું બ્લેક ક્વોડકોપ્ટર મળી આવ્યું હતું. બીએસએફના જવાનોએ શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યે ફાયરિંગ કરીને માનવરહિત એરિયલ વ્હીકલ ને અટકાવ્યું હતું, લગભગ 9.30 વાગ્યે સૈનિકોએ તેના પર ગોળીબાર કર્યા પછી અમૃતસર જિલ્લાના રતન ખુર્દ ગામમાંથી સમાન ક્વોડકોપ્ટર ડ્રોન મળી આવ્યું હતું