પંજાબમાં બીએસએફના જવાનોને મળી સફળતા – સરહદ પર ઘુસણખોરી કરી રહેલો પાકિસ્તાની ઠાર
- બીએસએફના જવાનોને સફળતા
- સરહદ પાર કરી રહેલો પાકિસ્તાની ઢેર
દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર દેશની સીમા પર ઘુસણખોરી કરી કરીને શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરતું હોય છે, ઘુસમખોરો પંજબની સીમાનો ભારકમાં આવવવા માટે ઉપયોગ કરતા હોય છે. તત્યારે ફરી એક વખત આવી જ ઘટના સામે આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે દેશના રાજ્ય પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. બીએસએફે આપેલી માહિતી પ્રમાણે આ કાર્યવાહી આજે મંગળવારના રોજ સવારે લગભગ 6.45 કલાકે કરવામાં આવી હતી જ્યારે ઘૂસણખોર ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા ત્યારે તેને ઠાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે જવાનોએ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ડ્રોન પર ફાયરિંગ કર્યું અને તેને તોડી પાડ્યું હતું, મળતી માહિતી મુજબ, BSFની 18 બટાલિયનની BOP કાસોવાલ બોર્ડર પર તૈનાત સૈનિકોએ સરહદ પર પાકિસ્તાની ડ્રોન ઉડતું જોયું. તાત્કાલિક કાર્યવાહી કરીને જવાનોએ ડ્રોન પર ગોળીબાર કરી તેને નષ્ટ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પંજાબની સીમા પર પાકિસ્તાનીઓ ઘુલમ ખોરી કરવાના તથા ડ્રોન મારફત નજર રાખવાના સતત પ્રયત્ન કરતું રહે છે જો કે સેનાના જવાનો તેને વળતો પ્રહાર કરતા રીને પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવતા રહે છે