Site icon Revoi.in

કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતાઃ જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીનો ઠાર

Social Share

 

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર અવો વિસ્તાર છે કે જ્યા આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે,ત્યારે હવે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવાની તર્જ પર કામ કરી રહેલા સુરક્ષા દળોએ બુધવારે રાત્રે બે અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.ત્યારે આજે સવાર સુધી કુલ 6 આતંકીઓનો ખાતમો કર્યો છે,

 અનંતનાગ અને કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે પાકિસ્તાની નાગરિકો સહિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ મામલે પોલીસે ગુરુવારે સવારે આ જાણકારી આપી છે.

કાશ્મીર ઝોન પોલીસે કાશ્મીરના ઈન્સ્પેક્ટર જનરલ વિજય કુમારના હવાલાથી ટ્વિટ કરીને જણાવાયું છે કે , “આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના છ આતંકવાદીઓ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 4ની ઓળખ બે પાકિસ્તાની અને બે સ્થાનિક આતંકવાદીઓ તરીકે થઈ છે.” અન્ય બે આતંકવાદીઓની ઓળખ મેળવવામાં આવી રહી છે. તે અમારા માટે મોટી સફળતા છે.”

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે , એક એન્કાઉન્ટર કુલગામ જિલ્લામાં અને બીજી અનંતનાગ જિલ્લામાં એટલે કે બંને દક્ષિણ કાશ્મીરમાં થયા હતા. આ પહેલા સુરક્ષા દળોને  હોવાની માહિતી મશળી હતી.

આતંકવાદીઓની હાજરીની બાતમી પર કાર્યવાહી કરીને, સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના મિરહામા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે જ્યારે દળો વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા હતા ત્યારે સંતાયેલા આતંકવાદીઓએ તેમના પર  સામેથી ગોળીબાર કર્યો. અધિકારીએ કહ્યું કે દળોએ જવાબી કાર્યવાહી કરી, જેના પછી અથડામણ થઈ જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.

અધિકારીઓએ એમ પણ કહ્યું કે, બીજા એન્કાઉન્ટર પડોશી અનંતનાગના ડોરુના નૌગામ શાહબાદ વિસ્તારમાંકરવામાં આવ્યું હતુ. તેમણે કહ્યું કે ઓપરેશનમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે તેની તબિયત સ્થિર જણાઈ રહી છે, આમ સુરક્ષાદળોને એકજ રાતમાં મોટી સફળતા મળી છે, કુલ 6 આતંકીઓનો ખાતમો કર્યો છે