પટનાઃ બિહારમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા જેલોમાં નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવા પુરૂષ અને મહિલા કેદીઓને 10 દિવસ માટે ક્વોરન્ટાઈન રાખવામાં આવશે. જેલ પ્રશાસને મુંગેરને પુરૂષો માટે અને મહિલા કેદીઓ માટે લખીસરાય જેલમાં મહિલાઓ માટે ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભાગલપુર અને આસપાસના જિલ્લાઓમાં નવા કેદીઓ માટે ક્વોરન્ટાઈનની વ્યવસ્થા કરવામાં આવશે. ટૂંક સમયમાં તેની શરૂઆત કરવામાં આવશે. લખીસરાયમાં મહિલા કેદીઓ માટે ક્વોરેન્ટાઇન સેન્ટર હશે, આવી સ્થિતિમાં પુરૂષ કેદીઓને ભાગલપુર સ્થિત કેમ્પ જેલમાં શિફ્ટ કરી શકાશે. નવા કેદીઓના ક્વોરન્ટાઈન કરવાની વ્યવસ્થા અન્ય જિલ્લાઓની જેલમાં પણ કરવામાં આવશે.
ભાગલપુર ઉપરાંત બાંકા, જમુઇ, મુંગેર, લખીસરાય, બાંકા અને શેખપુરાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આરોપીઓની ધરપકડ કર્યા પછી, જો આરોપીઓ પુરૂષ હોય, તો તેમને 10 દિવસની ક્વોરેન્ટાઇન માટે મુંગેર જેલમાં મોકલવામાં આવશે, જ્યારે જો મહિલાઓ આરોપી હશે, તો તેમને એટલા જ દિવસો માટે લખીસરાય મોકલવામાં આવશે.
ક્વોરન્ટાઈન સમયગાળો પૂર્ણ કર્યા પછી આરોપીઓને સંબંધિત જિલ્લાની જેલમાં મોકલવામાં આવશે. કેદીઓને જેલમાં મોકલતા પહેલા કરાયેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ તેમને ક્વોરેન્ટાઈન કરવા ફરજિયાત રહેશે. જેલમાં બંધ કેદીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે જરૂરી પગલા લેવામાં આવશે. સ્પેશિયલ સેન્ટ્રલ જેલના અધિક્ષક મનોજ કુમારે કહ્યું કે જો કેદીમાં હળવા લક્ષણો હોય તો તેને તરત જ બાકીના કેદીઓથી અલગ કરવામાં આવી રહ્યો છે અને તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.