Site icon Revoi.in

બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર કોરોના સંક્રમિત થયા -છેલ્લા 4 દિવસથી તાવની હતી ફરીયાદ

Social Share

પટનાઃ- દેશભરમાં કોરોનાના  કેસોમાં વધારો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે દૈનિક કેસો 15 હજારને પાર નોંધાઈ રહ્યા છે ,કોરોના ફરી એક વખત વકરી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ,કોરોનાની અસર ઓછી થી છે તે વાત ચોક્કસ છે પરંતુ એક વાત એ પણ છે કે કોરોના હજી સંપૂર્ણ પણે ગયો નથી

ત્યારે કોરોનાની સ્થિતિ વચ્ચે બિહારથી સમાચાર મળી રહ્યા છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર કોરોના સંક્રમિત થયા છે, જાણકારી પ્રમાણે છેલ્લા 4 દિવસથી તેઓને તાવ આવતો હતો છેવટે તાવ ન ઉતરતા તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો તેમાં તેઓ પોઝિટિવ મળી આવ્યા છે.

સીએમ નીતિશ કુમાર છેલ્લા કેટલાક દિવસોથી કોઈ જાહેર કાર્યક્રમમાં હાજરી નહોતા આપી રહ્યા તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિદાય સમારંભમાં કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા ન હતા. ત્યારથી અટકળો ચાલી રહી હતી કે નીતીશ ભાજપ પ્રત્યેની નારાજગીને કારણે આ કાર્યક્રમોમાં હાજરી આપી ન હતી. જો કે હવે તેને કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા છે.