Site icon Revoi.in

બિહારના સીએમ નીતીશ કુમાર પહોંચ્યા દિલ્હી, જાતિ વસ્તી ગણતરીના મુદ્દે આજે પીએમ મોદીને મળશે

Social Share

દિલ્હી:બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાંર્ર દિલ્હી પહોંચી ગયા છે.જ્યાં તેઓ જાતિ વસ્તી ગણતરીના મુદ્દે પીએમ મોદીને મળશે. જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર સીએમ નીતીશ કુમારના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સોમવારે એટલે કે આજે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને પોતાની વાત કહેશે. નીતિશ કુમારે કહ્યું હતું કે, સોમવારે સવારે 11 વાગ્યે મારી સાથે વધુ 10 લોકોને દિલ્હીમાં વડાપ્રધાનને મળવાનું છે.

નીતિશ કુમારે કહ્યું કે, કેટલાક લોકો દિલ્હી પહોંચી ગયા છે અને કેટલાક લોકો આજે પહોંચશે. અમે શરૂઆતથી જ જાતિ આધારિત વસ્તી ગણતરી વિશે બોલતા આવ્યા છીએ. માત્ર બિહારમાં જ નહીં, સમગ્ર દેશમાં લોકો તેના વિશે વિચારે છે. આ દ્રષ્ટીકોણને જોતા અમે લોકો પોતાની વાત રાખીશું.

ભાજપના દિગ્ગજ નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધન પર નીતિશે કહ્યું હતું કે, “અમારો તેમની સાથે જૂનો સંબંધ રહ્યો છે. ગઈકાલે તેમના મૃત્યુના સમાચાર મળતા જ અમે શોક વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત લથડી હતી અને તેમનું નિધન થયું હતું. તે દુઃખદ છે, અમે તેના પ્રતિ શ્રદ્ધાંજલિ આપીએ છીએ.