દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારએ શુક્રવારે નશામુક્ત દિવસ પ્રસંગ્રે પટનામાં જ્ઞાન ભવનમાં મંત્રીઓ અને અધિકારીઓએ એકવાર ફરીને દારૂ નહીં પીવાના શપથ લેવડાવ્યાં હતા. નિતિશે પણ દારૂ નહીં પીવાના શપથ લીધા હતા. આ પ્રસંગ્રે સીએમએ કહ્યું હતું કે, તમારે કોઈ પણ કામ કરાવીએ તો 100 ટકા તેને સ્વીકારી નથી શકતા. કેટલાક લોકો કંઈને કંઈ ગડબડ કરી નાખે છે.
नशा मुक्ति दिवस के अवसर पर आयोजित कार्यक्रम में शामिल हुए माननीय मुख्यमंत्री श्री @NitishKumar, नशा मुक्ति को लेकर दिलायी शपथ। https://t.co/cJOZKNvJWi
— IPRD Bihar (@IPRD_Bihar) November 26, 2021
સીએમએ કહ્યું કે, 2015માં જુલાઈ મહિનામાં મહિલાઓએ દારૂબંધીનો અવાજ ઉઠાવ્યો હતો. તે વખતે મે દારૂબંધીનું વચન આપ્યું હતું. પ્રજાએ મને બીજો મોકો આપ્યો તો અમે દારૂબંધીનો કાયદો બનાવીને અમલમાં મુક્યો છે. મન મજબુત રહે તે માટે આજે પણ ફરી શપથ લેવાયાં છે. મુખ્યમંત્રીએ પટનાની હોટલમાં થયેલી તપાસને લઈને કહ્યું હતું કે, સૌથી વધારે ગડબડ પટના શહેરમાં હોય છે. લગ્નનો પ્રસંગ હોય કે ગમે તે પોલીસ જાય તો શું ગુનો કર્યો છે. માહિતીના આધારે પોલીસ જાય છે. જેટલી માહિતી મળી હોય તે પૈકી બધી સાચી નથી હોતી. બહારથી કોઈ આવે અને તેને દારૂ અપાય તે બિલકુલ ખોટુ છે. દારૂબંધીથી સરકારની આવક ઘટી નથી. મુખ્યમંત્રીએ પોલીસને સ્પષ્ટ નિર્દેશ કર્યો કે, જ્યારે પણ માહિતી મળે તરત જ કાર્યવાહી કરવી જોઈએ. દર 15 દિવસે જિલ્લા અધિકારી સમીક્ષા બેઠક કરે.
તેમણે વધુમાં કહ્યું કે, દારૂબંધીને લઈને અમે 9 વાર સમીક્ષા બેઠક કરી છે. જે વખતે કાનૂન અમલમાં આવ્યો ત્યારે ઝેરી દારૂથી મોત થઈ હતી અને મોટી કાર્યવાહી કરાઈ હતી. દારૂને લઈને વર્ષ 2016માં WHO સર્વે કર્યો છે. કુલ મોતના 5.3 ટકા મોત દારૂ પીવાથી થાય છે. 13.5 ટકા 20થી 39 વર્ષના યુવાનોના મોત થયાં છે. સમગ્ર દુનિયામાં દારૂને લઈને 18 ટકા લોકોએ આત્મહત્યા કરી હતી. જ્યારે 27 ટકા માર્ગ અકસ્માત દારૂના કારણે ઘટે છે.