નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોકરીના બદલામાં જમીન કૌભાંડ અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. તેમને એજન્સીની દિલ્હી ઓફિસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. EDએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને RJDના વડા લાલુ પ્રસાદ યાદવને પણ રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડ અંગે-મનીલોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. ઈડીએ ગત એપ્રિલમાં આ કેસમાં તેજસ્વીની પૂછપરછ કરી હતી, પરંતુ લાલુ પ્રસાદ યાદવને પ્રથમવાર સમન્સ પાઠવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – EDએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવને – રેલવેમાં જમીનના બદલામાં નોકરીઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમના નિવેદનો નોંધવા માટે તપાસ એજન્સીની દિલ્હી ઓફિસમાં આ મહિનાની 27મી તારીખે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને આવતીકાલે તેની દિલ્હી ઓફિસમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ઈડીએ આ વર્ષે એપ્રિલમાં આ કેસમાં તેજસ્વીની પૂછપરછ કરી હતી પરંતુ આ પહેલીવાર છે જ્યારે ઈડીએ લાલુ પ્રસાદ યાદવને સમન્સ પાઠવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની વિવિધ સુરક્ષા એજન્સાઓએ ભ્રષ્ટાચારને નાથવા માટે અભિયાન શરુ કર્યું છે. તેમજ વિવિધ રાજ્યોમાં દરોડા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.