નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટણામાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આ ઇમારતમાં સરકારના વિવિધ વિભાગની કચેરીઓ હતો. આગની ઘટનાને પગલે ઈમારતમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. જો કે, ફાયરબ્રિગેડના જવાનોએ બચાવ અભિયાન હાથ ધરીને તેમને સહીસલામત રીતે બહાર કાઢ્યાં હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પટણાના વિશ્વેશ્વરૈયા ભવનમાં સવારના સમયે આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. આ ઈમારતમાં સરકારના કેટલાક વિભાગોની ઓફિસ આવેલી છે. આગની ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઈમારતમાં કેટલાક વ્યક્તિ ફસાયાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેથી ફાયરબ્રિગેડની ટીમે બચાવ અભિયાન શરૂ કરીને તમામ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યાં હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહનાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. જો કે, હજુ સુધી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. ફાયરબ્રિગેડ અને પોલીસે આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.