- બિહાર સરકારે કોરોનાને લઈને દિશા નિરદ્શ જારી કર્યો
- રાજ્યમાં આવતા જ બતાવવું પડશે રસીકરણ પ્રમાણપત્ર
પટનાઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ગતિ ધીમી પડેલી જોવા મળે છે, જો કે છોડા જ દિવસોમાં દિવાળઈ જેવો મહાપર્વ આવી રહ્યો છે જેને લઈને ભીડ વધવાની ચિંતા, માર્કેટમાં લોકોની એકઠા થવાની ચિંતા વધી છે ત્યારે આવી સ્થિતિમાં બિહાર સરકાર કોરોનાના નિયમોને લઈને સત્રક બનેલી જોવા મળી રહી છે.
દિવાળી અને છઠના તહેવાર પર દેશના અન્ય રાજ્યોમાં રહેતા લોકોએ બિહાર આવતા જ રસીકરણનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. જેમને રસી આપવામાં આવી નથી તેમને તાત્કાલિક રસી આપવામાં આવશે. શનિવારે મુખ્યમંત્રી નીતીશ કુમારે એક અણે માર્ગ સ્થિત સંકલ્પ આરોગ્ય વિભાગની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા.
આ સમગ્ર બાબતને લઈને તેમણે કહ્યું કે જેમને આધાર કાર્ડ ન મળવાને કારણે રસીકરણ કરવામાં આવ્યું નથી, તેમને અન્ય કોઇ ઓળખ કાર્ડના આધારે રસીકરણ કરાવું જોઈએ. આ દરમિયાન, અધિક મુખ્ય સચિવ પ્રત્યાય અમૃતએ માહિતી આપી કે છઠના તહેવાર પહેલા કોરોના રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવામાં આવશે અને કોરોના પરીક્ષણોની સંખ્યા પણ વધારવામાં આવશે. કોરોના રસીની બીજી માત્રા માટે ડોર ટુ ડોર અભિયાન 18, 19 અને 20 ઓક્ટોબરે પણ હાથ ધરવામાં આવશે.