બિહારઃ જેલમાં બંધ કેદી પકડાઈ જવાના ડરે મોબાઈલ ફોન ગળી ગયો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
નવી દિલ્હીઃ બિહારના ગોપાલગંજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં બંધ કેદી પકડાઈ જવાના ડરે મોબાઈલ ફોન ગળી ગયો હતો. મોબાઈલ ફોન ગળી ગયાના થોડા સમય બાદ તેને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેમજ ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તબીબોએ તપાસ કરતા કેદીના પેટમાં મોબાઈલ ફોન હોવાનું સામે આવ્યું છે. કેદીએ કહ્યું હતું કે, ડરના કારણે મોબાઈલ ગળી ગયો હતો, જેથી પેટમાં જોરદાર દુઃખાવો ઉપડ્યો હતો.
ગોપાલગંજમાં આવેલી જેલમાં કૈશલ અલી નામનો કેદી સજા ભોગલી લહ્યો છે. તેને પેટમાં દુઃખાવો ઉપડતા જેલતંત્રએ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તબીબોએ કેદીનો એક્સ-રે કરાવ્યો હતો. જેમાં કેદીના પેટમાં મોબાઈલ ફોન હોવાનું સામે આવ્યું હતું. જેથી તબીબો પણ ચોંકી ઉઠ્યાં હતા. જેથી કેદીની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, ડરના કારણે મોબાઈલ ફોન ગળી ગયો હતો. તબીબો દ્વારા કેદીનું આપરેશન કરીને મોબાઈલ ફોન બહાર કાઢવાનો નિર્ણય લેવાયો છે.
કૈશર અલીને 17મી જાન્યુઆરી 2020ના રોજ પોલીસે હજિયાપુર ગામમાંથી નશીલા દ્રવ્યો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પહેલા પણ પોલીસે તેને વિવિધ ગુનામાં પકડ્યો હતો. કેદી કૈશર અલી મોબાઈલ ફોન ગળી જવાની ઘટનામાં ખળભળાટ મચી ગયો છે. જો કેદીને યોગ્ય સમયે હોસ્પિટલમાં લઈ ના જવાયો હોય તો તેનું મૃત્યુ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ જેલમાં કેદી પાસે મોબાઈસ કેવી રીતે પહોંચ્યે તેને લઈને જેલ સત્તાવાળાઓએ તપાસ આરંભી છે. એટલું જ નહીં જેલસત્તાવાળાઓની કામગીરીને લઈને સવાલો ઉભા થયાં છે.
(PHOTO-FILE)