નવી દિલ્હીઃ બિહારમાં દર વર્ષે એચઆઈવી સંક્રમણના લગભગ આઠ હજાર જેટલા કેસ સામે આવે છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ બાદ એચઆઈવી સંક્રમણ મામલે બિહાર ત્રીજા ક્રમે છે. યુનિસેફ (બિહાર)ના હેલ્થ સ્પેશિયાલિસ્ટ ડો. એસ સિદ્ધાર્થ શંકર રેડ્ડીએ એચઆઈવી/એઈડ્સ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં કહ્યું હતું કે, 2010 બાદ એચઆઈવી સંક્રમણ રેટમાં 27 ટકા ઘટાડા સાથે બિહારની આ સ્થિતિ છે.
નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (એનએસીઓ) દ્વારા 2017માં કરાયેલા એક સર્વે અનુસાર રાજ્યમાં પીએલ-એચઆઈવી એટલે કે એઈડ્સ સાથે જીવતા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. ડો રેડ્ડીએ કહ્યું કે, એચઆઈવીના કેસ એવા લોકોમાં જોવા મળે છે જેઓ નસમાં લાગતી દવાઓનો ઉપયોગ કરે છે. તેમજ સમલેંગિક સંબંધ ધરાવતા લોકોમાં જોવા મળે છે.
ડો. રેડ્ડીએ કહ્યું કે, ફિમેલ સેકસ વર્કર્સમાં સંક્રમણનું ચલણ બવે બદલાઈ ગયું છે. બિહારમાં પીએલ-એચઆઈવીનું સંક્રમણ રેટ 0.17 ટકા અને રાષ્ટ્રીય ટકાવારી 0.22 ટકા જેટલું છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર 2020-21માં 5.77 લોકોનો એચઆઈવી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 1.12 ટકા એટલે કે 6469 લોકો પોઝિટિવ મળી આવ્યાં હતા. વર્ષ 2019-20માં 8.51 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જે પૈકી 1.16 ટકા એટલે કે 9928 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બિહારમાં એચઆઈવીના કેસમાં વધારો થયો છે. બિહાર સ્ટેટ એઈડ્સ કન્ટ્ર્રોલ સોસાયટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર અંશુલ અગ્રવાલએ જણાવ્યું હતું કે, 2018-19માં 6 લાખ લોકોમાંથી 11 હજાર લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 2021-22 ફેબ્રુઆરી સુધી 6.87 લાખમાંથી 7139 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બિહારમાં લગભગ 1.34 લાખ સંક્રમિત લોકો છે જે દેશમાં એઈડ્સના કુલ કેસની સરખામણીએ 5.77 ટકા છે.