પટનાઃ રોહતાસના તુમ્બા ગામમાંથી પસાર થતી સોન નદીમાં એક જ પરિવારના સાત બાળકો ડૂબી ગયા હતા. આમાંથી પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બે બાળકોની શોધખોળ ચાલુ છે. પોલીસ સ્થાનિક ગોતાખોરોની મદદથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બે બાળકોને શોધવા માટે SDRFની ટીમને બોલાવવામાં આવી છે. પાંચ બાળકોના મોતને પગલે તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રોહતાસના કેદાર ગૌડના પરિવારના સાત બાળકો (તમામ વયના આઠથી બાર વર્ષની વચ્ચે) સોન નદીમાં નહાવા ગયા હતા. ઉંડાણના કારણે અચાનક એક બાળક ડૂબવા લાગ્યું હતું. તેને બચાવવા જતાં સાતેય ડૂબી ગયા હતા. બાળકોએ મદદ માટે બુમો પાડી હતી. જેથી સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તરવૈયાઓએ નદીમાંથી એક બાદ એક કુલ સાત મૃતદેહ બહાર કાઢ્યાં હતા. જ્યારે અન્ય બે બાળકોની શોધખોળ ચાલુ રાખી હતી. પોલીસે તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તળાવમાં ડુબી જવથી પાંચ બાળકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
દેહરીના એસડીએમ સૂર્ય પ્રતાપ સિંહે જણાવ્યું કે કેદાર ગૌડના ચાર બાળકો અને તેમના સંબંધીના ત્રણ બાળકો સોન નદીમાં નહાવા ગયા હતા. પાણીનું લેવલ વધુ હોવાથી બાળકો ડૂબી ગયા હતા. જેમાંથી પાંચના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બેની શોધ ચાલી રહી છે. ડૂબી ગયેલા સાત લોકોમાં બે છોકરીઓનો પણ સમાવેશ થાય છે.